તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
નેપાળમાં રાજકોટના ૧૪ પ્રવાસીઓ ફસાયાઃ કલેકટરે ગાંધીનગર રીપોર્ટ કર્યોઃ તમામ હેમખેમ

રાજકોટ તા.૧૦: નેપાળમાં ભયાનક હિંસા ફાટી નીકળી છે. ત્યાં ફરવા ગયેલા રાજકોટ સહિત સોૈરાષ્ટ્રના અનેક લોકો ફસાયા છે. ભારતની ફલાઇટ મળતી નથી. રાજકોટના ૧૪ પ્રવાસીઓ ફસાયા છે. તેઓ તમામ હેમખેમ હોવાનું અને હોટલ તથા અન્ય સગાજનોને ત્યાં આશરો લીધાનું બહાર આવ્યું છે. આ તમામ અંગે કલેકટરે ગાંધીનગર મુખ્ય કન્ટ્રોલરૂમમાં રીપોર્ટ કર્યો છે. નેપાળમાં રાજકોટના જે ૧૪ લોકો ફસાયા છે. તેમા આનંદભાઇ મહેતા, કીશનભાઇ સોઢા, પીનાકીનભાઇ ભારદીયા, ચેતાબેન મહેતા, મધુરીકાબેન દવે, યોગેશભાઇ દવે,ધીરૂભાઇ ચીકાણી, શાંતાબેન ચીકાણી વીઠ્ઠલભાઇ ભાલીયા, કાંતાબેન ભાલીયા, રમણીકલાલ સાવલીયા, ઉર્મીલાબેન સાવલીયા મંગાલાલ ધડૂક, હંસાબેન ધડૂકનો સમાવેશ થાય છે. આ લોકોના સગાજનોએ કલેકટરની ડીઝાસ્ટર પર બ્રાંચનો સંપર્ક કર્યા બાદ કલેકટર દ્વારા ગાંધીનગર રીપોર્ટ કરાયો છે. તમામનો કોન્ટેક થઇ ગયાનું અને હેમખેમ હોવાનું હાલ જાહેર કરાયું છે.
(2:54 PM IST)










