<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

વાલ્‍મીકી સમાજ અવધ પાર્કના પંચ પટેલ પદે ઇશ્વરભાઇ ગળીયલ અને પ્રમુખ પદે કિશનભાઇ ગોરીની વરણી

 

રાજકોટ તા. ૧૦ : સમસ્‍ત રાજકોટ વાલ્‍મીકી સમાજના પ્રમુખ તરીકે ચુંટઇ આવેલ મુકેશભાઇ પરમારે વિસ્‍તારવાઇઝ નવી ટીમો જાહેર કરતા અવધ પાર્ક (રેલનગર)ના પંચ પટેલ તરીકે ઇશ્વરભાઇ ગળીયલ (મો.૮૧૫૫૦ ૫૩૮૨૨) અને પ્રમુખ તરીકે કિશનભાઇ ગોરીની નિમણુંક કરી હતી. ઉપરાંત પંચ કમીટીના સભ્‍યો તરીકે સંજયભાઇ વાઘેલા, ચમનભાઇ પરમાર, રમેશભાઇ નારોલા, ઘનશ્‍યામભાઇ બારૈયા, સુધીરભાઇ ગળીયલ, કરણભાઇ નૈયા, કટુભાઇ બારૈયા, અતુલભાઇ વાઘેલા, હિરેનભાઇ ઢાંકેચા, વિશાલભાઇ વાઘેલાની નિમણુંક કરાઇ હતી.

આ નિમણુંક રાજકોટ વાલ્‍મીકી સમાજના પ્રમુખ મુકેશભાઇ પરમાર તથા માર્ગદર્શક કમીટીના અજયભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કિરીટભાઇ વાઘેલા સહીતના આગેવાનો અને અવધ પાર્કના  ભાઇ બહેનોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી. હોદેદારોની નિમણુંક બાદ તેમનું સ્‍વાગત અવધ પાર્કમાં ઘરે ઘરે કરવામાં આવ્‍યુ હતુ.

આ તકે પંચના પટેલ તરીકે નિમણુંક પામેલ ઇશ્વરભાઇ ગળીયલે જણાવેલ કે સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધે તેવા અમે પ્રયાસો કરીશુ. તેમજ સમાજના કોઇપણ પ્રશ્‍નો હશે તેનો ઉકેલ લાવવા પ્રયત્‍નશીલ બનીશુ. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અવધ પાર્ક (રેલનગર)ના પટેલ ઇશ્વરભાઇ ગળીયલ, પ્રમુખ કિશનભાઇ ગોરી તેમજ નવી ટીમ અને સાથે કમીટી પ્રવકતા યોવનભાઇ મેવાડા (મો.૮૪૬૦૨ ૭૩૭૬૩), મયુરભાઇ નારોલા, વિરાટ વાઘેલા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત વાઘેલા)

(2:53 PM IST)