તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
પુષ્કરધામ નજીક વિમલનગર પાસેથી ભગીરથ અને દિવ્યેશ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયા
યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ વનરાજભાઇ લાવડીયા અને મેૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમીઃ મોબાઇલ કબ્જે

રાજકોટ તા.૧૦: પુષ્કરધામ નજીક વિમલનગર મેઇન રોડ પરથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ પુષ્કરધામ નજીક બે શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ વનરાજભાઇ લાવડીયા, અને મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા વિમલનગર મેઇન રોડ પર કુમકુમ સોસાયટી શેરી નં.૧ પાસેથી ભગીરથ ઉર્ફે ભગો પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ.૨૦) (રહે. કોઠારીયા ગામ સ્વાતી પાકૃ સાોસયટી શેરી નં.૭ મુળ સનાળા ગામ) અને દિવ્યેશ ઉર્ફે દિવલો લાલજીભાઇ ભરવાડીયા (રહે. રામાપીર રાણીમારૂડીમાં ચોક પાસે) ને ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા. આ કામગીરી પી.આઇ. એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.એસ.આઇ જે.એન.ખટાણા, હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી. (૩.૭)
ઘરમાંથી પૈસા ઓછા થતાં પિતાએ પૃછા કરીઃ માઠુ લાગતાં કોલેજીયન યુવતિનો આપઘાત
ચંદ્રેશનગર રોડ મણીનગરનો બનાવઃ ૧૯ વર્ષની હેમાંશી ગોહેલે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૦: શહેરના ચંદ્રેશનગર રોડ પર આવેલા મણીનગરમાં રહેતી ૧૯ વર્ષની કોલેજીયન યુવતિએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘરમાંથી રોકડ રકમ ગૂમ થઇ હોઇ આ બાબતે પિતાએ પૃછા કરી હોઇ તેને કારણે માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ચંદ્રેશનગર રોડ પર મણીનગર-૨ ખીજડીવાળા રોડ પર રહેતી હેમાંશીબેન સંજયભાઇ ગોહેલ (ઉ.વ.૧૯) નામની યુવતિએ ગઇ તા. ૩૦ ઓગષ્ટના રોજ ઘરે ઘઉમાં રાખવાની ટીકડીઓ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી ત્યાંથી બીજી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ ખાનગી હોસ્પિટલ મારફત થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એ. વી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ ઘરમાંથી પાંચ સાત હજાર રૂપિયા ઓછા થઇ ગયા હોઇ આ બાબતે પિતાએ ઘરમાં વાત કરતાં અને પૃછા કરતાં હેમાંશીબેનને માઠુ લાગી જતાં તેણીએ ઝેરી ટીકડીઓ પી લીધી હતી. નવ દિવસની સારવારને અંતે તેણીએ દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. સંજયભાઇ ગોહેલ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. યુવાન દિકરીના મૃત્યુથી ગોહેલ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:13 PM IST)










