News of Wednesday, 10th September 2025
માર્કેટીંગ યાર્ડ પાસે રૂા.૨૮ હજારના વિદેશી દારૂના ચપલા સાથે ધવલ પકડાયો
ડીસીપી ઝોન-૧ની એલસીબીનો દરોડોઃ દારૂના ૯૬ ચપલા કબ્જે

રાજકોટ, તા.૧૦: માર્કેટીંગ યાર્ડ તરફ જતા રોડ પર ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૨૮,૮૦૦ની કિંમતના વિદેશી દારૂના ચપલા સાથે ઈમીટેશનના વેપારીને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસે માર્કેટીંગ યાર્ડ તરફ જતા રોડ પર એક શખ્સ વિદેશી દારૂ સાથે ઉભો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-૧ની એલસીબીના એએસઆઈ એમબી ગૌસ્વામી તથા કોન્સ. રવિરાજભાઈ પટગીર સહિતે દરોડો પાડી રૂા.૨૮,૮૦૦ની કિંમતના વિદેશી દારૂના ૯૬ ચપલા સાથે ધવલ મનસુખભાઈ સોજીત્રા રહે.પેડક રોડ આર્યનગર શેરીનં.૧૩ને પકડી લઈ કાર્યવાહી કરી હતી.
(2:08 PM IST)










