<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

‘અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓ મનભરીને ગરબે રમવા આતુર

દરરોજ સ્‍થળ ઉપર નવા આકર્ષણો ખેલૈયાઓને મંત્રમુગ્‍ધ કરશેઃ સીંગર જીગ્નેશ સોની, દિપ્તી બાલાસરા, મેહુલ શીશાંગીયા, એન્‍કર ચાંદની કાથરાણી(આર.જે.) પોતાની કલાના કામણ પાથરશેઃ ખેલૈયાઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ સતત દસમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫'નું સાધુ વાસવાણી રોડ ખાતે આયોજન કરાયુ છે. અત્‍યારનાં સમયમાં જે મંડળી ગરબાનો ક્રેઝ નવયુવાનોમાં વધ્‍યો છે ત્‍યારે દાંડીયારાસ તથા મંડળી ગરબામાં યુવાનો મનમૂકીને ઝુમશે. નવરાત્રીના આખરી દિવસે મેગા ફાઈનલને બદલે દરરોજ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ જાહેર કરવામાં આવશે.

જગત જનનીમાં આદ્યશિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. તેમાં પણ રાજકોટની જનતા એટલે ઉત્‍સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના મહિનાઓ અગાઉથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેતા હોય છે. ત્‍યારે ખેલૈયાઓ માટે, રઘુકૂળ યુવા ગ્રુપ દ્વારા 'અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ૅ જબરદસ્‍ત આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સમગ્ર આયોજન ખેલૈયાઓ માટે થઇ રહયું છે ત્‍યારે દસ દિવસનાં વ્‍યકિત દીઠ નજીવા દરે સીઝન પાસ ઉપલબ્‍ધ કરવામાં આવશે. ગ્રાઉન્‍ડમાં બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવનાર છે. દરેક વિસ્‍તારને નાઈટ વીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે. નવરાત્રીના આગમનને અગાઉથી વધાવવા રઘુકૂળ યુવા ગ્રુપની ટીમમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ૅ ના ફોર્મ વિતરણ માટેના વ્‍હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭, મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકાશે.

ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્‍ટમ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૭) અરૂણા સીલેક્‍શન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્‍યુટી સલુન, સવન સફ઼ેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) જલારામ ખમણ, ગાંધીગ્રામ મેઈન રોડ, સત્‍યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ (૧૦) ઉમાવંશી દાબેલી,ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૧૧) નુપુર શૃંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, (૧૨) ગીરીરાજ સોડા સેન્‍ટર, કલ્‍યાણ સ્‍કૂલની બાજુની શેરી, રૈયા રોડ, (૧૩) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૪) આઈ ફોસ્‍ટર યશ્‍માઘર, રૈયા રોડ, નક્ષત્ર બીલ્‍ડીંગ, બાપા સીતારામ ચોક પાસે, (૧૫) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૧૬) મુંબઈ મહારાજ વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્‍કલેવ, શીવાલય ચોક, રેલનગર, (૧૭) રાયયુરા ટ્રેડીંગ એ-૯૯, સંદીપભાઈ ગંદા, બેડી માર્કેટીંગ યાર્ડ, (૧૮) બાલકૃષ્‍ણ હોઝીયરી, ભીડ ભંજન સોસાયટી મેઈન રોડ, શ્રીમદ એપા. ની સામે, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતેથી મળશે. કોર્મ માટે મોઃ ૯૫૭૪૩૩૯૩૩૯ તથા મો. ૮૭૫૮૫૮૫૮૪૮ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે. 

(3:29 PM IST)