તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
ફેન'સ બેકયાર્ડ કિચનમાંથી સોસ તથા સબ્જીના નમુના લેવાયા
મનપાની ફુડ શાખા નાના મવા રોડ ઉપર ત્રાટકી : શહેરમાં સર્વેલન્સ ચેકીંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ તથા ગાયત્રીનગર મેઇન રોડના ૧૧ ખાણી-પીણીના ધંધાર્થીઓને યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાઇસન્સ અંગે સૂચના

રાજકોટઃ તા.૯: શહેરમાં મનપા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં ફુડ શાખાનું ચેકીંગ તથા નમુના લેવાની સાથે અખાદ્ય પદાર્થના નાશ કરવામાં આવી રહયો છે.જે અંતર્ગત તોરલ પાર્ક મેઇનરોડ તથા ગાયત્રીનગર મેઇન રોડ ખાતે ૧૧ ખાણી-પીણીના ધંધાર્થીઓને યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી. ઉપરાંત નાના મવા રોડ ઉપરથી ફેન'સ બેકયાર્ડ કિચનમાંથી મેગીરીચ ટોમેટો સોસ તથા વેજ મસ્તાની હાંડી સબ્જીના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ, GST ઓફિસ સામે, આવેલ ‘‘કિશન ડેરી'' પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આંગન કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ,GST ઓફિસ સામે, આવેલ ‘‘ઉમિયાજી ગોગળી ભજીયા'' પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ધરતી કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, મુકામે આવેલ ‘‘પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ'' પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આંગન કોમ્પ્લેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘ઓમ પ્રોવિઝન સ્ટોર'' પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ, GST ઓફિસ સામે, મુકામે આવેલ “K.D પાન & કોલ્ડ્રકિંસ ” પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ, GSTઓફિસ સામે, મુકામે આવેલ ‘‘ખેતલાઆપા પાન & ટી'' પેઢીની તપાસ કરતા સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ધરતી પરોઠા હાઉસ - રાધેકળષ્ણ ફરસાણ - સોમનાથ જનરલ સ્ટોર્સ - ધરતી અનાજ ભંડાર- તથા સોમનાથ ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૦૨ નમૂના લેવામાં આવેલ. જેમા-ફેન'સ બેકયાર્ડ કિચન, નાના માવા મેઇન રોડ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, માંથી મેગીરીચ ટોમેટો સોસ (૧૯૦ ગ્રા. પેકટ તથા વેજ મસ્તાની હાંડી સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) ના નમુના લેવામાં આવ્યા હતા.
(3:50 PM IST)










