<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વિનોબાભાવે- લોકમાન્‍યતિળક ટાઉનશીપમાં ભાડુઆત પકડાયાઃ ૫ આવાસ સીલ

મનપાના આવાસ યોજના વિભાગની કાર્યવાહી

રાજકોટઃતા૯: મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્‍થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી વિનોબાભાવે ટાઉનશીપ-ભગવતીપરા પાસે તથા શ્રીલોકમાન્‍ય ટિળક ટાઉનશીપ, કુવાડવારોડ પાસે આવેલ આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ.

જે અન્‍વયે મૂળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા પાંચ આવાસો રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

જેમાં શ્રી વિનોબાભાવે ટાઉનશીપ-ભગવતીપરા પાસે માંથી ૩ તથા શ્રી લોકમાન્‍ય ટિળક ટાઉનશીપ-કુવાડવા રોડ પાસે માંથી ૨ સહિત કુલ ૫ આવાસને તાળા મારી દેવામાં આવ્‍યા હતા. (૩.૧૧)

 

(3:25 PM IST)