<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો છબરડોઃ પરીક્ષામાં હાજર પરીક્ષાર્થીને ગેરહાજર દર્શાવ્‍યો

રાજકોટ તા.૯: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગેરહાજર બતાવી ગંભીર ભૂલ કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે.

જેમાં જાન્‍યુઆરી ૨૦૨૫માં લેવાયેલી બી.એ. સેમેસ્‍ટર -૧ અને માર્ચ ૨૦૨૫માં લેવાયેલી બી.એ. સેમેસ્‍ટર - ૬ની એક્‍સ્‍ટર્નલની પરીક્ષાનું પરિણામ ૫ મહિના બાદ જાહેર થયું અને તેમાં પણ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવામાં આવ્‍યા  છે. જ્‍યારે યુનિવર્સિટિના ઇન્‍ચાર્જ પરીક્ષા નિયામકે કહ્યું કે, વિદ્યાર્થીએ વિષયનો કોડ અથવા નામ ખોટું લખ્‍યું હોય તો આવું થઈ શકે છે.

માર્ચ - ૨૦૨૫ માં યુનિવર્સિટી દ્વારા બી.એ. સેમેસ્‍ટર -૧ અને ૬ ની એક્‍સ્‍ટર્નલની પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ પાંચ મહિના બાદ તાજેતરમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેમાં જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેને તેના પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્‍યા છે. તેમના દ્વારા બી.એ. સેમેસ્‍ટર - ૧ની એક તો બી. એ. સેમેસ્‍ટર - ૬ ની બે માર્કશીટમાં આ પ્રકારે ભૂલ હોય તેવું જાહેર કરવામાં આવ્‍યું છે.(૨.૨૫)

(3:24 PM IST)