તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચરી બાદમાં તરછોડી દીધી
મહિકા રોડની હોટેલમાં લઇ જઇ બળજબરી આચર્યાનો આરોપઃ આજીડેમ પોલીસે જયરાજ ઉર્ફ ગુરૂ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૯ઃ શહેરમાં દૂષ્કર્મનો વધુ ઍક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટી-૧માં રહેતાં જયરાજ ઉર્ફ ગુરૂ મગનભાઇ વાઘેલા વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોîધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
યુવતિની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતિઍ આરોપ મુક્યો છે કે દોઢ બે વર્ષ પહેલા તે જયરાજ ઉર્ફ ગુરૂના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ વખતે આરોપી જયરાજ ઉર્ફ ગુરૂઍ પોતે લગ્ન કરવા ઇચ્છે છે તેમ કહી લગ્નનું વચન આપ્યું હતુ. ત્યારબાદ તે આ યુવતિને કપટ કરી અવાર-નવાર અલગ અલગ જગ્યાઍ અને મહિકા રોડની ઍક હોટેલ ખાતે લઇ ગયો હતો અને ત્યાં દૂષ્કર્મ આચર્યુ હતું. જા કે બાદમાં યુવતિઍ લગ્નની વાત કરતાં તે ફરી ગયો હતો અને લગ્નની ના કહી દીધી હતી. આ અંગે યુવતિઍ આજીડેમ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીની રાહબરીમાં પીઍસઆઇ વી. ઍેમ. બરાડીયાઍ ગુનો નોîધી તપાસ હાથ ધરી હતી.
(5:09 PM IST)










