News of Monday, 8th September 2025
નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવે મેન્સ નું ૩૧મુ રાષ્ટ્રીય અધિવેશન
દિલ્હી ખાતે યોજાયું : ૧૦ હજારથી વધુ રેલ કર્મચારીઓ જોડાયા શ્રમ વિરોધી સરકાર સામે કર્મચારીઓના પડતર પ્રશ્ને વિરોધને બળવત્તર બનાવવાની નેમ NFIRના જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે આર.જી.કાબર, જનરલ સેક્રેટરી તથા NFIRના CWC મેમ્બર્સ તરીકે પ્રેસિડેન્ટ હિરેન મહેતા અને ડિવિઝનલ સેક્રેટરી અવની ઓઝાની વરણી કરવામાં આવી

રાજકોટ, તા., ૮ : નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવે મેન્સ નું ૩૧મુ રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાયું હતું જેમાં ૧૦૦૦૦ થી વધુ રેલવે કર્મચારીઓએ સમગ્ર ભારતીય રેલવે માંથી ભાગ લીધો હતો. આ અધિવેશનમાં રેલવે કર્મચારીઓ ના વિવિધ પડતર પ્રશ્નો અને સમસ્યાઓ અંગે NFIR ના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાએ સંઘર્ષ અને કાર્ય વ્યવસ્થા તથા આજના સમયની શ્રમ વિરોધી સરકારની નીતિ, ઓલ્ડ પેન્શન સ્કીમ માટે સતત સંઘર્ષ, આઠમાં પગાર પંચની માંગ,વધતી જતી ટ્રેન ની સામે સ્ટાફ શોર્ટેજ, વિભિન્ન વિભાગોમાં ભર્તી પર રોક હટાવવાની માંગ, વધતા જતા કાર્ય ભાર સામે સ્ટાફ શોર્ટેજ, નાઈટ ડ્યુટી પર રોક હટાવવા, ટ્રેક મેન્ટેનર, રનિગ સ્ટાફ, સીગ્નલ અને ટેલીકોમ, ઈલેક્ટ્રીક વિભાગ, મીકેનીકલ વિભાગ, પર્સનલ વિભાગ વગેરે વિભાગ એ ના પ્રમોશન, અપગ્રેડેશન, હાયર પે સ્કેલ, એલ ડી સી ઇ ઓપન ટૂ ઓલ, ૧૨ કલાક ડ્યુટી અવર્સ બંધ કરવામાં આવે, MSRRS લાગૂ કરવામાં આવે, ક્વોશી એડમીનીસ્ટ્એશધ ને વેકેન્સી સામે ભરતી કરવામાં આવે, મહિલા કર્મચારીઓ માટે કાર્ય સ્થળ પર ઈમ્પળવમેન્ટ કરવામાં આવે, પ્રાઈવેટાઈજેશન, આઉટ સોર્સિગ બંધ કરવામાં આવે કે જેમાં કોઈ જવાબદારી વગર ની સ્થિતિ સર્જાઇ છે જેવા અનેક મુદ્દાઓ પર વિસ્તળત ચર્ચાઓ કરવામાં આવી હતી.
હિરેન મહેતા પ્રેસિડેન્ટ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ની જણાવેલ યાદી મુજબ આવેલા કર્મચારીઓએ રીપ્રેઝન્ટ કરેલ હતું. રેલી આયોજન માં હજારોની સંખ્યામાં રેલ કર્મચારીઓએ ભાગ લીધો હતો. અંતિમ ચરણમાં આ અધિવેશનમાં NFIR ના જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે થી આર જી કાબર જનરલ સેક્રેટરી WRMS તથા NFIR ના CWC મેમ્બર્સ તરીકે પ્રેસિડેન્ટ શ્રી હિરેન મહેતા અને ડિવિઝનલ સેક્રેટરી શ્રી અવની ઓઝાની વરણી કરવામાં આવી છે જેઓને સમગ્ર વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓએ અભિનંદન આપી સમ્માન કર્યું હતું . વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના પ્રમુખ હિરેન મહેતા, જનરલ સેક્રેટરી શ્રી આરજી કાબરના માર્ગદર્શન હેઠળ મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રતલામ, બરોડા થી બહોળી સંખ્યામાં રેલ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટ ડિવિઝન માંથી અધ્યક્ષ શ્રી ડી આર સોઢા જી અને સેક્રેટરી શ્રી અવની ઓઝાના નેતળત્વ હેઠળ ૧૫૦ થી વધુ રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો.
(4:03 PM IST)










