<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

માલધારી સોસાયટીમાં છરી-ધોકાથી ધમાલઃ વિક્કી, રણજીત, વિશાલને ઇજા ભાગ લેવા જઇ રહેલા બાળક પાસેથી પાંચ રૂપિયા પડાવી લેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૮: શહેરના માર્કેટ યાર્ડ પાસે કરણાભાઇના ગાર્ડન પાછળ માલધારી સોસાયટીમાં બપોરે છરી-ધોકાથી મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી.

માલધારી સોસાયટીમાં રહેતો અને મચ્‍છીનો ધંધો કરતો વિકી મનુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) ઘર નજીક બાપા સિતારામ ચોકમાં રહતો ત્‍યારે સંજય, સાહિલ, વિક્રમ, વિશાલે છરી-ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. સામા પક્ષે માલધારીમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતા ંવિશાલ મંગાભાઇ સોલંકી (ઉ.વ.૨૦) અને મચ્‍છીનો ધંધો કરતાં રણજીત રામભાઇ સોલંકી (ઉ.વ.૨૮) પણ પોતાના પર વિકી સહિતે છરીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

વિકીએ કહ્યું હતું કે મારો પાંચ વર્ષનો દિકરો આયુષ પાંચ રૂપિયા લઇને ભાગ લેવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં વિશાલ અને રણજીતે તેની પાસેથી પાંચ રૂપિયા પડાવી લેતાં તેને સમજાવવા જતાં માથાકુટ થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૭)

(4:01 PM IST)