તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા બ્રહ્મપરિવારો માટે નવરાત્રી મહોત્સવ
ઈન્દ્રનીલભાઈ રાજગુરુના અધ્યક્ષ સ્થાને નવરાત્રી મહોત્સવ સમિતિની રચનાઃ બે હજાર ખેલૈયાઓ રાસે રમશેઃ સતત ૧૨માં વર્ષે આયોજનઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ બ્રહ્મસંગમ સંસ્થા દ્વારા રાજકોટ શહેરના બ્રહ્મપરિવારો માટે ચાલુ વર્ષે ‘‘બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫''નું આગામી તા.૨૨/૦૯ થી તા.૦૧/૧૦ સુધી અનેરું આયોજન માધાપર ચોકડી પાસે, સ્વામીનારાયણ મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષ થી પારિવારિક વાતાવરણમાં બ્રહ્મપરિવારની એકતા, સંગઠન અને માતૃ ભાવના કેળવવા તેમજ બ્રહ્મખેલૈયાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ પુરું પાડવાના ભાગરૂપે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે.
આ નવરાત્રી મહોત્સવના વ્યવસ્થિત આયોજન માટે સંસ્થાના પ્રમુખ ઈન્દ્રનીલભાઈ રાજગુરુ, ડો.શરદભાઈ રાજગુરુ, ધીરુભાઈ મહેતા, અતુલભાઈ જોશી, રાજુભાઈ જોશી, બીપીનભાઈ દવે, રસિકભાઈ ભટ્ટ, લલીતભાઇ ધાંધીયા, શૈલેષભાઈ મહેતા, દિલીપભાઈ દવે વિગેરેની બનેલી એક આયોજન સમિતિની રચના કરાયેલ છે. જ્યારે આ નવરાત્રી મહોત્સવની ઉજવણી સમિતિના કન્વીનર તરીકે એડવોકેટ ધમેશભાઈ મહેતાની વરણી કરાયેલ છે.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓના સહયોગ થી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, વેલકિડ્સ વયજૂથના ઉત્કૃષ્ઠ રમતા ખેલૈયાઓને ઈનામ, વેલઆરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાીંડયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઈનામો ૧ થી ૩માં આતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ ઈવેન્ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી ક્લબમાં રમવા માટે તક આપવામાં આવશે.
બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ના ફોર્મ જોશી મંડપ સર્વિસ, એસ.કે.ચોક, ગાંધીગ્રામ (મો.૯૮૨૪૫ ૧૬૭૫૪), શૈલેષભાઈ મહેતા (મહાદેવ) સહજ કોમ્પલેક્ષ, બજરંગ વાડી, દુકાન નં.૧૦, રાજકોટ મો.૯૯૧૩૩ ૨૧૩૩૦, ભાનુ જનરલ સ્ટોર્સ, ધર્મભક્તિ હોલની બાજુમાં, સહકાર મેઈન રોડ, ભાસ્કરભાઈ મહેતા (મો.૯૪૨૬૯ ૮૦૮૩૫), શ્રીંગાર બ્યુટી પાર્લર, ‘‘શિવ'' નવી પપૈયાવાડી, શેરી નં.૫, સાગર હોલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ જીજ્ઞેશભાઈ દવે (મો.૯૮૭૯૫ ૭૦૮૮૮), સદ્ગુરુ ડેરી ફાર્મ ઓડીસી ટાવર સામે, એપલ કોમ્પલેક્ષ, શક્તિનગર મેઈન રોડ, કાલાવડ રોડ, રાજકોટ વિમલભાઈ મહેતા (મો.૯૮૨૫૯ ૬૨૯૩૭), રામરાજ રેસ્ટોરન્ટ વગડ ચોકડી, બીજો રીંગ રોડ, મવડી મોહિતભાઇ રાજેન્દ્રભાઈ મહેતા (મો.૯૭૨૬૫ ૦૪૭૫૭), શિવમ આઈસ્ક્રીમ પાર્લર પ્રેમ મંદિર પાસે, રવિ પાર્ક સોસાયટી, બગીચા સામે, કાલાવડ રોડ, રાજકોટ ભરતભાઈ ભુટક (મો.૯૪૨૭૨ ૨૨૩૩૫), પ્રણામ ગોલા ભવાની કોમ્પલેક્ષ, શિવમ પાર્ક કોર્નર, શાકમાર્કેટ પાસે, આજીડેમ ચોકડી, રાજકોટ મહેન્દ્રભાઈ જોશી (મો.૯૯૭૮૭ ૦૦૯૮૯), મનતૃપ્ત આર.ઓ. સેલ્સ એન્ડ સર્વિસ જેનમ ગોલ્ડ, દુકાન નં.૩, નાગેશ્વર મંદિરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ મનીષભાઈ બામટા (મો.૯૫૭૪૯ ૮૦૬૪૫), વાઈલ ડાન્સ સ્ટુડીયો ગુલમહોર, ત્રીજો માળ, પેટ્રોલ પંપ સામે, રેલનગર મેઈન રોડ, રાજકોટ પ્રતિકભાઈ પંડયા (મો.૯૯૦૪૬ ૨૨૭૪૪), શીલુ પ્રવિઝન સ્ટોર લાખના બંગલા સામે, ગાંધીગ્રામ, રાજકોટ, પ્રવિણભાઈ શીલુ, બ્રહ્મસંગમ કાર્યાલય ‘સ્પેસ કોમ્પલેક્ષ' (બીજો માળ) ૨૧/૨૨ કોર્નર, ન્યુજાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, ‘રોયલ કેશર' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (મો.૦૨૮૧-૨૪૬૩૨૪૭)
વ્યક્તિદીઠ સીઝનના રૂ.૫૦૦ રાખેલ છે. આ માટે નિયત ફોર્મ મુળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્થાના કાર્યાલય, ‘સ્પેસ કોમ્પલેક્ષ' (બીજો માળ), ૨૧/૨૨ (કોર્નર), ન્યુજાગનાથ એપાર્ટમેન્ટ, મહાકાળી મંદિર રોડ, રોયલ કેશર એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (ફોન નં.૦૨૮૧ ૨૪૬૩૨૪૭) નો સવારના ૧૦ થી ૧ અને સાંજના ૫ થી ૮ વચ્ચે આપવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ નવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના કન્વીનર ધર્મેશભાઈ મહેતા, શૈલેશભાઈ દવે, જયેશભાઈ જોશી રમેશભાઈ રવિયા, જસ્મીનભાઈ માઢક, સતીષભાઈ તેરૈયા, યજ્ઞેશભાઈ દવે, તૃપ્તીબેન જોશી, દીપકભાઈ બામટા, બીપીનભાઈ મહેતા, મનીષભાઈ બામટા, મહેન્દ્રભાઈ જોશીઘ અક્ષય ઉપાધ્યાય, દર્શનાબેન જોશી, ઈલાબેન જોશી, જીગ્નેશભાઈ દવે, અમિતભાઈ માઢક, મોહિતભાઈ મહેતા, રમેશભાઈ એલ.રાવિયા, રચનાબેન જોશી તેમજ મહિલા પાંખના, સભ્યો વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










