News of Monday, 8th September 2025
ખીરસરા-લોધીકા રોડ પોણા ૬ કરોડના ખર્ચે બનાવ્યો.. ત્રણ મહિનામાં તો ગાબડા પડી ગયાઃ કલેકટરને ફરિયાદ
લોધીકા ક્ષેત્રના પાર્થ રાઠોડ અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી રજૂઆતો કરી

રાજકોટ, તા.૮: લોધીકા ક્ષેત્રના જાણીતા નાગરિક પાર્થ રાઠોડ અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ખીરસરા-લોધિકા રોડના તાજેતરમાં થયેલા કામની દયનીય હાલત અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવેલ કે ખીરસરા-લોધિકા રોડનું કામ તા, ૨૦-૦૨-૨૦૨૫ ના રોજ શરૂ થયું હતું અને તા. ૧૯-૦૬-૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલ છે.આ કામ એક જાણીતી કન્ટ્રકશનને અપાયું હતું. રોડના આ કામ પાછળ કુલ પાંચ કરોડ છોતેર લાખ જેટલો મોટો ખર્ચ કરાયો છે.
કામ પૂર્ણ થયા ને હાલ માત્ર બે થી ત્રણ મહિના થયા છે તેમ છતાં રોડ પર અનેક જગ્યાએ ગાબડાં પડી ગયા છે. આથી સ્પષ્ટ થાય છે કે રોડના કામમાં યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવી નથી અને જનહિતના નાણાનો મોટાપાયે બગાડ કરવામાં આવ્યો છે.જેમને કામ સોંપાયેલ તેમાં સગાવાદને કારણે ગુણવત્તા વિના કામ પતાવી દેવામાં આવ્યું હોવાનો શંકાઓ ઉભી થતી હોઈ છે.
જાહેર નાણાના આવા દુરૂપયોગ સામે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે, કામની તપાસ કરાવે, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરે અને રોડને તાત્કાલિક સુધારવા જરૂરી સૂચનાઓ આપે તેવી અમારી માંગણી છે
(3:47 PM IST)










