<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજકોટમાં રોગચાળાનું રાજઃ ડેન્‍ગ્‍યુ-મેલેરીયા-ટાઇફોઇડના ર-ર કેસ

શહેરના પ૦ર૭૯ ઘરોમાં પોરાનાશક તથા ૧૦પ૩ રહેણાંકોમાં ફોંગીગ કરાયાનો મનપાનો દાવો : શરદી-ઉધરસના ૭૮૮, તાવના ૭ર૦, ઝાડા-ઉલ્‍ટીના ૧૦૭ સહિત ૧૬ર૦ દર્દીઓ ગત અઠવાડીયે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ર૦ હજારનો દંડ વસુલાયો

રાજકોટ, તા. ૮: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યા છે.

આ સપ્તાહે ૧૬ર૦ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૪ કેસ નોંધાયો છે.

 આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧ થી ૭ સપ્‍ટેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૨ કેસ

છેલ્લા  સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ર કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૧૬ર૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૮૮ તેમજ સામાન્‍ય તાવના ૭ર૦ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૦૭, ટાઇફોડના ૨ તથા કમળાના ૩  સહિત કુલ ૧૬ર૦ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨પ૩રપ તેમજ સામાન્‍ય તાવના ૨૬૪૩૧ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૮૧૬  તથા ટાઇફોડનો ૭પ તેમજ કમળાના ૧૦૭  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૩૭૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ પ૦ર૭૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦પ૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૬ર૬ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૮૭ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ર૯ લોકો પાસેથી ર૦૬૦૦નો ચાર્જ વસુલાયો હતો. 

(2:47 PM IST)