તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
વાવડી ટીપી-૨૭નો ડ્રાફટ તૈયાર જમીન માલિકોને છેલ્લી નોટિસ
અરજદારોને વાંધા-સૂચનો માટે વધુ એક મુદત અપાઇ : મોરબી રોડની ટીપી સ્કીમ માટે પણ કાર્યવાહી શરૂ કરાઇ

રાજકોટ તા.૫: શહેરમાં અનેક ગ્રામપંચાયતનો સમાવેશ હવે થાય બાદ સરકારે નવી ટીપી સ્કીમોના ડ્રાફટ બનાવવાની સૂચના આપી છે. જેના લીધે મહાનગરપાલિકા અને રૂડા દ્વારા બાકી રહી ગયેલ તેમજ નવી ટીપી સ્કીમનો ડ્રાફટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી છ.ે
એ અંતર્ગત થોડા સમય પહેલા વાવડી ટીપી સ્કીમ નં.૨૭નો ડ્રાફટ તૈયાર કરી જમીન માલિકો પાસેથી વાધા-સૂચનો માંગાવામાં આવેલ છતાં ડ્રાફટ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવે તે પહેલા જમીન માલિકોને વધુ મુદત સાથે છેલી નોટિસો આપવાનો પ્રારંભ કર્યો અને રૂબરૂ સુનાવણી માટે સમયસર કચેરી ખાતે હાજર થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નગર રચના અધિકારી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૨૭(વાવડી) ની યોજના વિસ્તારમાં સમાવેશ થતી જમીનોના તમામ જમીન માલિકો/હિત-સંબંધ ધરાવતી વ્યક્તિઓને આથી જણાવું છું કે, આ યોજનાને અંતિમ કરવાની કાર્યવાહીના ભાગરૂપે મુસદારૂપ નગર રચના યોજનાની સમજુતી આપવા તથા તે અન્વયે રૂબરૂ રજુઆતો મેળવવા યોજના વિસ્તારમાં સમાવિષ્ટ જમીન માલિકો/હિત-સંબંધ ધરાવતી વ્યક્તિઓને અત્રેની કચેરીએ ઉપલબ્ધ સરનામા મુજબ રૂબરૂ સુનાવણી અંગેની નોટીસ અગાઉ તા.૨૧ જુલાઈ થી બજાવવામાં આવેલ.
સુનાવણી દરમ્યાન જમીન માલિકો તેઓના પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરવામાં આવેલ હોય, તે વિગતે કે રજુઆત કરવાની બાકી જરૂરીયાત હોય તો અથવા તો સરનામાના અભાવે એક યા બીજા કારણોસર જો કોઇને નોટીસ મળેલ ન હોય તો તેઓને આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયા થી દિન-૧૫માં જાહેર રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન જરૂરી આધાર-પુરાવા સહ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૨૭(વાવડી)ની સમજુતી મેળવી તે અન્વયે કોઇ રજુઆત હોય તો લેખીતમાં રજુઆત કરવા આખરી તક આપવામાં આવે છે.
અન્યથા અત્રે ઉપલબ્ધ રેકર્ડના આધારે લેવામાં આવેલ નિર્ણય જે-તે જમીન માલિકો/હિત સંબંઘ ઘરાવતી વ્યકિતઓને બંધનકર્તા રહેશે. યોજના વિસ્તારમાં મોજે.વાવડીના રેવન્યુ સર્વે નંબરો તથા તેના પેટા ભાગોનો સમાવેશ થાય છે.
મહાનગપાલિકા દ્વારા વાવડી અને કોઠારિયાની બાકી રહેલ ગયેલી ટીપી સ્કીમોના ડ્રાફટ તૈયાર કરાવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે મોરબી રોડ પર વર્ષોથી પેન્ડિંગ રહેલ એક ટીપી સ્કીમ માટે કાર્યવાહી શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે. તેવી જ રીતે મનપાની હદમાં તાજેતરમાં ભળેલા માધાપર, મુંજકા, મોટામવા, ઘંટેヘર અને મનહરપુર-૧માં આવેલ વિસ્તારોની બાકી રહી ગયેલ ટીપી સ્કીમમાં રૂડા દ્વારા જે તૈયારીઓ કરવામાં આવેલ તે અંતર્ગત હવે મહાનગરપાલિકા ડ્રાફટ બનાવવાની કાર્યવાહી હાથ ધરશે.
(3:43 PM IST)










