તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
પાણીની મોટર કેમ ચાલુ કરી? અરવિંદનો મોટા ભાઇ રસિકે હાથ ભાંગી નાંખ્યો

રાજકોટ તા. ૫: કુવાડવા નજીકના ગારીડા ગામે રહેતાં અરવિંદભાઇ ચનાભાઇ કુંભાણી (ઉ.વ.૩૨) નામના યુવાનને પોતે ફુલવાડી આશ્રમ પાસે પોતાની વાડીએ હતો ત્યારે તેના મોટા ભાઇ રસિકભાઇએ લોખંડના પાઇપથી માર મારતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હાથમાં ફ્રેકચર થઇ ગયાનું નિદાન થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને કરી હતી. અરવિંદભાઇના કહેવા મુજબ પોતે ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ છે. વાડીએ પાણીની મોટર ચાલુ કરતાં મોટા ભાઇએ શા માટે મોટર ચાલુ કરી તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(3:29 PM IST)










