તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસની આરોગ્ય કમિશ્નરને ઉગ્ર રજૂઆત
અશોકસિંહ વાઘેલા, કલ્પેશ કુંડલીયાની આગેવાનીમાં ઘેરાવ કરાયો

રાજકોટઃ રાજ્યના આરોગ્યકમિશનર હર્ષદ પટેલ ગઇકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ કોંગ્રેસ તેમજ હાથ સે હાથ જોડો અભિયાનના શહેર પ્રમુખ સહિતના આગેવાનોએ સિવિલ હોસ્પિટલના લોન્ડ્રી, ફાયર સેફટી, દવા સહિતના કોન્ટ્રાક્ટમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લેખિતમાં રજુઆત કરી હતી. આરોગ્ય કમિશનરે શરૂઆતમાં કલેક્ટર, તબિબી અધિક્ષક સહિતની સાથે મહત્વની બેઠક યોજી ખાસ સુચનાઓ આપી હતી. આ પછી પ્રદેશ કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલા, હાથ સે હાથ જોડોના કલ્પેશ કુંડલીયા, જયેશભાઇ ઠાકોર, દિપક ભાટીયા, મયુરસિંહ સોલંકી સહિતે તેમને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ચાલતી મનમાની, માનીતા કોન્ટ્રાકટરોને જ કોન્ટ્રાકટ લોન્ડ્રી, ફાયર સેફટી, દવા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર ભરડો લઇ ગયાનું જણાવાયું હતું. આવા અનેક મુદ્દાઓની રજૂઆત થઇ હતી. (૧૪.૮)
(3:25 PM IST)










