તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા રવિવારે લાઇવ સંગીત સમારોહ
ચંદ્રકાન્તભાઇ શેઠના ૭૫માં અમૃત મહોત્સવ નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન : ૨૫થી વધુ કલાકારો દ્વારા હિન્દી ફિલ્મોના મેલોડી ગીતો થશે પ્રસ્તુત : સંગીત પ્રેમીઓને વિનામુલ્યે પાસ વિતરણ

રાજકોટ તા. ૫ : રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા ચંદ્રકાન્તભાઇ શેઠના ૭૫માં અમૃત મહોત્સવ નિમિતે તા. ૭ ના રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે લાઇવ સંગીત સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોયલ એકેડમીના સભ્યોએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા હંમેશા ઉભરતા કલાકારોને પ્રોત્સાહન પુરૂ પાડવાનું કાર્ય કરતી આવી છે. ૫૫૫થી વધુ સિંગર્સ સભ્યો ધરાવતુ જબરૂ સંગઠન છે. નોન કોમર્શીયલ ધોરણે કામ કરતુ આ આદર્શ ગ્રુપ બની ચુકયુ છે. ત્યારે આગામી તા. ૭ ના રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે સંગીત પ્રેમીઓને ડોલાવવા વધુ એક કાર્યક્રમનું આયોજન ઘડી કઢાયુ છે.
ચંદ્રકાંતભાઇ શેઠના ૭૫માં અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાયેલ આ કરાઓકે કાર્યક્રમમાં ૨૫થી વધુ કલાકારો દ્વારા હિન્દી ફિલ્મના મેલોડી ગીતોની પ્રસ્તુતી થશે. નવા જુના કર્ણપ્રિય ગીતો પર પસંદગી ઉતારવામાં આવી છે. જાણીતી સંગીત ઇન્સ્ટીટયુટના આગ્રણીઓને કાર્યક્રમ માટે આમંત્રિત કરાયા છે.
મુખ્ય મહેમાન તરીકે શ્રી વજુભાઇ વાળા, શ્રી દર્શીતાબેન શાહ ઉપસ્થિત રહેશે. તેમજ રસ ધરાવતા સંગીતપ્રેમીઓ માટે વિનામુલ્યે પ્રવેશ છે. આ માટે પાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.
સીંગર્સ તરીકે ડાયરેકટર સોનાબેન શાહ, ડાયરેકટર અલ્કાબેન શેઠ, ડાયરેકટર નયનાબે મોદી, ડાયરેકટર ફાલ્ગુનીબેન મહેતા, ડાયરેકટર સોનલબેન ચાવડા, ડાયરેકટર એંજલબેન ગાંધી, પથદર્શક પરિમલભાઇ ઘેલાણી, સમીરભાઇ શાહ, મધુકરભાઇ મહેતા, ડો. મુકેશભાઇ ઉદાણી, મનીષાબેન ઉદાણી, ડો. કિશોરભાઇ રાઠોડ, મહેશભાઇ ચાવડા, પ્રીતીબેન ભટ્ટ, હર્ષીબેન ભટ્ટ, નિધિબેન મહેતા, ઇલાબેન ધોળકીયા, ઉષાબેન ભટ્ટ, કિરીટભાઇ વ્યાસ, જવાહરભાઇ રાયચંદાણી, જીજ્ઞેશભાઇ મહેતા, ધીરૂભાઇ નાદપરા, અશોકભાઇ વાઘ, જયંતભાઇ જોશી, પારૂલબેન જોશી, મયંકભાઇ મહેતા અવાજનો જાદુ પ્રસરાવશે.
૩ કલાકની અવધીના આ કાર્યક્રમાં નવા જુના ગીતો સાથે મોજ મસ્તી અને ફરમાઇશ આધારીત ગીતોની જમાવટ કરાશે.
ઉલ્લેખનીય છે કે ઉભરતા કલાકારો માટે રોયલ સંગીત એકેડમી હોલ તેમજ રૂષભ વાટીકાની સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે.
રવિવારે આયોજીત લાઇવ સંગીત સમારોહ માટે કારોબારી ટીમ અને સભ્યો દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અલ્કાબેન શેઠ, નયનાબેન મોદી, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ચાવડા, એંજલબેન ગાંધી, મહેશભાઇ ચાવડા, પ્રીતિબેન ભટ્ટ, હર્ષીબેન ભટ્ટ, કિરીટભાઇ વ્યાસ, જવાહરભાઇ રાયચંદાણી, જીજ્ઞેશભાઇ મહેતા, ધીરૂભાઇ નાદપરા, જયંતભાઇ જોશી, મયંકભાઇ મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:34 PM IST)










