તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
કાસ્ટીંગ સોડાની ડોલ માથે પડતાં બિહારના મજૂરનું દાઝી જતાં મોત
થોરાળા ૮૦ ફુટ રરોડ પર આવેલા હાર્ડવરેના કારખાનામાં બનાવ પચાસ વર્ષના માયાનંદભાઇ ઠાકુરને બે જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલમાં ખસેડાયા હતાં: સવારે મૃત્યુ નિપજ્યું

રાજકોટ તા. ૫: થોરાળા વિસ્તારમાં ૮૦ ફુટ રોડ પર સંજય વે બ્રીજ નજીક આવેલા હાર્ડવેરના કારખાનામાં મજૂરી કરતાં બિહારી પ્રોૈઢનું કાસ્ટીંગ સોડાની ડોલ માથે પડતાં દાઝી જવાથી મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ બિહારના અને હાલ એંસી ફુટ રોડ ખોડીયારનગર-૭/૯માં રહેતાં માયાનંદભાઇ બીલાટભાઇ ઠાકુર (ઉ.વ.૫૦) ગત ૨૧/૮ના રોજ શ્રીવૃજ કલર એનોડાઇઝ નામના હાર્ડવેરના કારખાનામાં ટેબલ પર ઉભા રહી કામ કરી રહ્યા હતાં ત્યારે બેલેન્સ ગુમાવતાં પડયા હતાં અને ઉપર રાખેલી કાસ્ટીક સોડાની ડોલ પણ તેમની માથે પડતાં ગરમ સોડાથી તેઓ દાઝી જતાં પ્રથમ બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી.
બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ સવારે તેમનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. માયાનંદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(2:28 PM IST)










