<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

રાજકોટમાં વાહન ટોઇંગ કરવાના મામલે ઉગ્ર ઘર્ષણ : કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ તબીબને લાફો ઝીંકી દીધો

કાર ચાલક કારમાં બેઠેલા હોવા છતાં ટ્રાફિક પોલીસના ટોઇંગ કર્મચારીએ કારને લોક મારવાનો પ્રયાસ કર્યો જેથી કાર ચાલક તબીબે ટોઈંગ કર્મચારીને રોક્યો હતો

રાજકોટમાં વાહન ટોઇંગ કરવાના મુદ્દે એક કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક તબીબે જ્યારે પોતાની કાર ટોઇંગ કરતા કર્મચારીને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બબાલ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે ટોઇંગનો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ તબીબને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર સવાલો ઊભા થયા છે.

ટોઇંગ બાબતે કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર ચાલક કારમાં બેઠેલા હોવા છતાં ટ્રાફિક પોલીસના ટોઇંગ કર્મચારીએ કારને લોક મારવાનો પ્રયાસ કર્યો હતો જેથી કાર ચાલક તબીબે ટોઈંગ કર્મચારીને રોક્યો હતો.

કાર ચાલકે રોક્યા બાદ ટોંઇગ કર્મચારી ઉશ્કેરાયો હતો અને તેણે કાર ચાલક સાથે માથાકૂટ કરી હતી અને ઉશ્કેરાઇ જઇ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીએ તબીબને લાફો ઝીંકી દીધો હતો જેથી વાતાવરણ ગરમાઇ ગયું હતું અને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

 ટ્રાફિક પોલીસ કર્મચારી અને ટોઇંગના કોન્ટ્રાક બેઝ કર્મચારીએ કાર ચાલક તબીબ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના આરોપ લાગ્યા હતા. છેવટે સ્થાનિક પોલીસ ને દોડીને આવવું પડ્યું હતું. આમ પણ રાજકોટમાં ટ્રાફિક પોલીસ પાસે ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હોવાના કારણે ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે

(12:04 AM IST)