તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
અકિલા રઘુવંશી બીટસને સંગ રાસોત્સવની પરંપરાનો પથરાશે પ્રકાશ
દાંડીયારાસ તથા મંડળી ગરબામાં યુવાનો મનમૂકીને ઝુમશેઃ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશે પવિત્ર મહોત્સવઃ ફોર્મ પીડીએફથી મેળવી શકાશે

રાજકોટઃ અત્યારનાં સમયમાં જે મંડળી ગરબાનો ક્રેઝ નવયુવાનોમાં વધ્યો છે ત્યારે તેની માંગને સ્વીકારીને ૅઅકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ૅ માં દાંડીયારાસ તથા મંડળી ગરબામાં યુવાનો મનમૂકીને ઝુમશે તેમજ નવરાત્રીના આખરી દિવસે મેગા ફાઈનલને બદલે દરરોજ પ્રિન્સ-પ્રિન્સેસ જાહેર કરવામાં આવશે.
સતત નવમાં વર્ષે સ્પુકળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી યોજાનાર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર, ગીતકાર, કલાકારો પોતાની કલાના કામણ પીરશતા હોય છે કે જેઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ પોતાના કાર્યક્રમો સતત આપતા હોય છે. નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્ટ આરતી, બેસ્ટ મહેંદી જેવી અવનવી કોમ્પિટિશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે. ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈશને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ સેલ્ફીઝોન તૈયાર કરવામાં આવનાર છે. જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે. અકિલા રઘુવંશી બીટસમાં નવરાત્રી દરમ્યાન રાત પડશે અને દિવસ ઉગશે. તે પ્રકારની ભવ્ય રોશન અને ઝાકમઝોળ મેદાનમાં રાખવામાં આવશે.
સર્વ જ્ઞાતિના બહેનો, દંપતિઓ માટે યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.
અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ૅ ના ફોર્મ વિતરણ માટેના વ્હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭, મો. ૯૫૭૪૩ ૩૯૩૩૯, મો. ૮૭૫૮૫ ૮૫૮૪૮ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકાશે.
(4:21 PM IST)










