તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
રૂખડીયાપરામાં ૩૫ વર્ષના ઉષાબેન જેઠવાનું હૃદય બેસી જતાં મૃત્યુ
ત્રણ દિકરી મા વિહોણી થઇઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. રૂખડીયાપરામાં સેન્ટ્રલ જેલ પાછળ રહેતાં ઉષાબેન દિનેશભાઇ જેઠવા (ઉ.વ.૩૮) સવારે ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ઉષાબેનના પતિ સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલની બસ ચલાવે છે. સંતાનમાં ત્રણ દિકરી છે. જે મા વિહોણી થઇ ગઇ છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
(2:38 PM IST)










