તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
૧ લાખના ૮૦ ત્રાપા ચોરી ગ્રાહક શોધતાં પ્રવિણ અને ભરતને પોલીસ ભેટી ગઇ
રૈયા શાંતિનગર ગેઇટ પાસે ડેલામાં થયેલી ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલ્યોઃ પ્રતાપસિંહ મોયા, વનરાજભાઇ લાવડીયાની બાતમી

રાજકોટ તા. ૪: રૈયા ગામ શાંતિનગર પાસે આવેલા સેન્ટ્રીંગના ડેલામાંથી એક લાખની કિંમતના ૮૦ નંગ ત્રાપાની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી બે શખ્સને પકડી લીધા છે.
મવડી સ્વામિનારાયણ પાર્ક-૨માં રહેતાં વિશાલભાઇ કિશોરભાઇ લાડવાના શાંતિનગર ગેઇટ પાસે આવેલા ડેલામાંથી ૧ લાખના ૮૦ ત્રાપા ચોરાઇ જતાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન ડી. સ્ટાફના પ્રતાપસિંહ મોયા, વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી યુનિવર્સિટી રોડ કેન્સર હોસ્પિટલ પાસે ખુલ્લા પ્લોટમાં રહેતાં પ્રવિણ ભરતભાઇ વાઘેલા અને રૈયા ગામ શાંતિનગર પાસે ઝૂપડામાં રહેતાં ભરત ઉર્ફ લંગડો લાલજીભાઇ સાડમીયાને પકડી લઇ ચોરેલા ૮૦ ત્રાપા કબ્જે કરાયા છે. બંનેએ મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ વેંચવા માટે ચોરી કરી હતી. પણ ત્રાપાના ગ્રાહક શોધે એ પહેલા પોલીસે બંનેને શોધી કાઢયા હતાં.
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. વી. ચાવડા, એએસઆઇ જે. એન. ખટાણા, હેડકોન્સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, નિલેષભાઇ વાવેચા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી. (૧૪.૭)
(2:24 PM IST)










