તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
માય થેલી અભિયાનઃ બે મહિનામાં ૯ હજાર ર કાપડની થેલી બનાવાય
મનપાના વિવિધ ૬ સ્થળોએ સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા જૂના કપડામાંથી થેલીની સીલાઇ કરી આપવામાં આવે છે

રાજકોટ, તા. ૩: “My Theli” (માય થેલી) કેમ્પેઈનમાં કુલ-૪૨૮૪ શહેરીજનો દ્વારા સેન્ટરની મુલાકાત લેવામાં આવેલ હતી. સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા કુલ-૯૧૭૨ જેટલી જુના કપડામાંથી કાપડની થેલી સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવેલ હતી.
જેમાં સેન્ટ્રલ ઝોન ખાતે રાજકોટ શહેરના માન. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા શીશુકલ્યાણ ખાસ ગ્રાન્ટ અને અગ્નિશમન દળના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા મુલાકાત લેવામાં આવેલ. આ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૮૪ શહેરીજનો દ્વારા સેન્ટરની મુલાકાત લીધેલ અને ૯૧૭૨ જેટલી જુના કપડામાંથી કાપડની થેલી સ્વસહાય જૂથના બહેનો દ્વારા સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવેલ હતી.
આ અભિયાનમાં રાજકોટ શહેરના નાગરિકોને જોડાવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને શીશુકલ્યાણ ખાસ ગ્રાન્ટ અને અગ્નિશમન દળના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ‘માય થેલી' કેમ્પેઇન ઉપર દર્શાવેલ સ્થળોએ તારીખ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી સમય સવારનાં ૧૦:૦૦ થી ૦૨:૦૦ અને બપોરના ૦૩:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી (દર ગુરુવાર અને શુક્રવાર)નાં રોજ યોજવામાં આવશે.
(3:28 PM IST)










