<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

દ્વારકેશ સોસાયટીના મંથન પાસેથી મિત્ર અંકિત પાંચ લાખની કાર લઇ જઇ પરત જ ન આપી

મિત્રની પત્‍નિ સોનલે ફોન કરી કહ્યું-અમારે લગ્નમાં નવસારી જવું છે દસ પંદર દિવસ માટે કાર જોઇએ છેઃ મિત્ર દરજ્જે કાર ફેરવવા આપતાં ઠામુકી લઇ ગયોઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં યુવાન સાથે તેના જ એક મિત્રએ વિશ્વાસઘાત કર્યો છે. આ યુવાનની પાંચ લાખની કાર મિત્રને તેની પત્‍નિ સાથે નવસારી વાસંદા જવું હોઇ મિત્રતાના નાતે આપી હતી. પરંતુ છ છ મહિના વિતી જવા છતાં આ મિત્ર હવે કાર પાછી આપતો નથી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક બ્‍લોક નં. ૨૭માં રહેતાં મંથનભાઇ મનોહરભાઇ સોનાગ્રા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રૈયા રોડ દ્વારકેશ સોસાયટી-૫માં બંટી મકાન ખાતે રહેતાં અંકિત ચંદ્રગીરી ગોસાઇ વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો દાખલ કર્યો છે.

મંથનભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મોરબી રહેતાં મારા મામાના દિકરા નિરવ દિલીપભાઇ પરમાર ટૂર્સ ટ્રાવેલ્‍સનું કામ કરતાં હોઇ તેની સાથે હું કારની લેવડ-દેવડનો વ્‍યવહાર કરુ છું.  વર્ષ ૨૦૨૩માં મેં નિરવ પરમાર પાસેથી ટાટા નેક્‍સોન કાર ૬ લાખમાં ખરીદ કરી હતી. ત્‍યારે ટીટીઓ ફોર્મમાં સહી કરી હતી પરંતુ અમે સગામાં થતાં હોઇ ગાડી જે તે વખતે મારા નામે કરી નહોતી. ત્‍યારબાદ ૨૦૨૪-ફબ્રુઆરીમાં મારે પૈસાની જરૂર હોઇ મેં આ કાર જીજે૩૬એફ-૪૫૧૨ મારા મિત્ર દિપક અરવિંદભાઇ ભુપતા પાસે ગીરવે મુકી ૧ લાખ લીધા હતાં.

તે સમયે મારા એક મિત્ર અંકિત ગોસાઇ કે જેને હું દોઢ વર્ષથી ઓળખુ છું તેને ગાડી ચલાવવા જોઇતી હોઇ તેણે કહેલુ કે તારી ગાડી ગીરવે મુકી છે તે હું દિપક ભુપતાને ૧ લાખ આપી છોડાવી લઉ છું, જે હું ચલાવીશ તેમ કહેતાં મેં હા પાડી હતી. આ પછી અંકિતે ૨૧/૫/૨૪ના રોજ આ મારી ગાડી દિપક પાસેથી છોડાવી લીધી હતી અને પોતે ફેરવતો હતો. બાદમાં મેં જરૂરીયાત મુજબ અંકિત પાસેથી કટકે કટકે ૩૦ હજાર લીધા હતાં. આમ મારે અંકિતને ગાડી છોડાવી તેના ૧ લાખ અને બીજા ૩૦ હજાર ચુકવવાના હતાં. આ રકમ મેં તેને કટકે કટકે પાછી આપી દીધી હતી.

આથી ચારેક દિવસ બાદ અંકિતે મને ગાડી પાછી આપી દીધી હતી. પરંતુ તેના ત્રણ દિવસ પછી અંકિતની પત્‍નિ શિલ્‍પાનો મને ફોન આવ્‍યો હતો કે મારે અને અંકિતને લગ્નપ્રસંગમાં વાસંદા-નવસારી જવું છે તો તમારી ગાડીની દસ પંદર દિવસ માટે જરૂર છે. જેથી મેં મિત્રતાના દાવે અંકિતને તા. ૧૧/૩/૨૫ના રોજ મારી કાર ઇન્‍દિરા સર્કલ મીચીસ રેસ્‍ટોરન્‍ટ પાસે આવી હતી. જો કે એ પછી તેણે મને આજ સુધી મારી પાંચ લાખની કાર પાછી આપી નથી. હું જ્‍યારે પણ ફોન કરુ ત્‍યારે તે બહાના બતાવી દે છે અને બે ત્રણ દિવસમાં જ આપી જઇશ એવુ કહે છે. પરંતુ તે કાર આપતો ન હોઇ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હોઇ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં મંથનભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:04 PM IST)