<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

પૂજારાપ્‍લોટમાં ડી.એચ. કોલેજના કર્મચારી ચંદ્રકાંતભાઇ ટાંકનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

કુંભારવાડાના અરવિંદભાઇ ટાંકનું પણ હૃદય રોગના હુમલાથી મોત

રાજકોટ તા. ૩: હાર્ટએટેકથી વધુ બે મૃત્‍યુ થયા છે. પૂજારા પ્‍લોટ-૩માં આવેલા સદ્દગુરૂપૂજા એપાર્ટમેન્‍ટ-૧માં બીજા માળે રહેતાં ચંદ્રકાંતભાઇ વિનોદરાય ટાંક (ઉ.વ.૫૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં અગાઉ તેમને કિડનીની તકલીફ હોઇ પ્રથમ બી. ટી. સવાણી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ચંદ્રકાંતભાઇ ટાંક ત્રણ ભાઇમાં મોટા હતાં. તેઓ ડી.એચ. કોલેજમાં પ્‍યુન તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા તેમના પરિવારજનોએ જણાવી હતી.

બીજા બનાવમાં કુંભારવાડામાં રહેતાં અરવિંદભાઇ રામજીભાઇ ટાંક (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અરવિંદભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. એ-ડિવીઝનના હેડકોન્‍સ. રામેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું પોસ્‍ટમોર્ટમ બાદ જણાવાયું હતું. (

(3:51 PM IST)