<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાજકોટ રેલ્‍વે પોલીસને એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી

હાથ પર ૐ અને મા શબ્‍દ લખ્‍યો છે

અત્રેના રાજકોટ રેલ્‍વે  પોલીસ સ્‍ટેશનના અ.મોત. નં. રર/ર૦રપ BNSS  કલમ-૧૯૪ મુજબના બનાવના કામે મરનાર એક અજાણ્‍યો પુરૂષ ઉ.વ. ૪૦ ના આશરાનો બીનવારસી હાલતમાં તા.૧/૯/ર૦રપ કલાક ૮/૧૦ વાગ્‍યા પહેલા રાજકોટ રેલ્‍વે  સ્‍ટેશન પ્‍લે. નં.૧/બી રેલ્‍વે કી.મી. ૭૪ર/૬ર પાસે કોઇપણ બિમારીના કારણે કુદરતી રીતે મરણ ગયેલ જેના વાલી વારસો અંગે તપાસ કરતાં મળી આવેલ નથી મરનારના વાલી વરસદારોની શોધખોળ માટે લાશ દિન-૭ સુધી રાજકોટ સિવીલ હોસ્‍પિટલ ખાતે કોલ્‍ડ રૂમમાં રાખેલ છે. 

મરનાર શરીરે-પાતળા/મધ્‍યમ બાંધાનો રંગ-ઘઉંવણો ઉંચાઇ પ×૪ તેમજ શરીરે સફેદ કલરનો અડધી બાયનો ઝભ્‍ભો તથા કમરે ભુખરા બ્‍લ્‍યુ કલરનું નાઇટ પેન્‍ટ કપડા પહેરેલ છે. જમણા હાથની કલાઇ ઉપર ‘‘ૐ'' તથા ‘‘માં'' ત્રોફાવેલ છે. મરનાર અજાણ્‍યા પુરુષના વાલી વારસદારમળી આવેલ ન હોય જેથી આપશ્રીના કાર્યક્ષેત્રમાં આવતા પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયેલ ઇસમોના રજીસ્‍ટરમાં ખાત્રી કરાવડાવી આ મરણજનાર અંગે કોઇ માહિતી મળ્‍યે જાણ કરવા વિનંતી છે.

(3:50 PM IST)