તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
શહેરના હોકર્સઝોનનો બે ગણો ચાર્જઃ ધંધાર્થીઓનો વિરોધઃ હોબાળો
ગત સ્ટેન્ડિંગમાં મંજુર થયેલ રૂ.૫૦૦ માંથી રૂ.૧ હજાર ૧ સપ્ટેમ્બર થી વસુલાત શરૂઃ તમામ ઝોનના વેપારીઓ મનપા કચેરીમાં ઉમટયાઃ પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત

શહેરના હોકર્સ ઝોનમાં મનપા દ્વારા લાદવામાં આવેલ બે ગણા ભાડા વધારાથી ધંધાર્થીઓની હાલત કફોડી બનતા આજે મનપા કચેરી ખાતે એશોસીએશન દ્વારા તંત્ર વાહકોને ભાડુ ઘટાડવા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં એશોસીએશનના સભ્યો દર્શાય છે. (તસ્વીરઃ
રાજકોટ,તા.૩: ગત સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ હોકર્સઝોનનો ચાર્જ વધારાનું મંજુર કરવામાં આવ્યા બાદ ૧ સપ્ટેમ્બરથી નવો ચાર્જ રૂ.૧ હજાર વસુલવાનું શરૂ કરતા ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો અને તમામ ઝોનના વેપારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ઉમટી પડયા હતા અને પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
આ અંગે હોકર્સઝોનનાં વેપારીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, પહેલા માર્કેટનું ભાડુ રૂા.૬૦ હતુ તે વધારી ૫૦૦ કરી નાખ્યા ત્યારે પણ અમે વિરોધ નોંધાવ્યો હતો.
જયારે હવે રૂા.૫૦૦ના સીધા બમણા કરી રૂા.૧૦૦૦ કર્યા છે. ભાડા વધારા અંગે માર્કેટના વેપારીઓ કે એશોસીએશનને કોઇ જાણ પણ કરવામાં આવી નથી. ઉપરાંત આ ભાવ વધારો અમને પોસાય તેમ પણ નથી. માર્કેટમાં ૫૦ થી ૬૦ વર્ષના લોકોનો કામ કરનાર વર્ગ મોટો છે.
સાથે જ માર્કેટમાં ખરીદી કરવા આવનાર નાગરિકોનો વર્ગ ઘટતા વેપાર પણ ઓછો થયો છે. જેથી એશોસીએશન દ્વારા ભાડુ ફરી રૂા.૫૦૦ કરી આપવા સતાધીશો સમક્ષ માંગ કરવામાં આવી છે
અશોક બગથરીયા)
(3:52 PM IST)










