<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

HCG હોસ્‍પીટલમાં ઓર્થોપેડિક અને સ્‍પાઈન સર્જરીના નિષ્‍ણાંત ડો.હર્ષ કોટેચાની સેવા ઉપલબ્‍ધ

અનેક જટીલ સર્જરીની સફળ સારવાર કરનાર ડો.હર્ષ કોટેચાની સેવા હવે રાજકોટમાં

અકિલા કાર્યાલય ખાતે એસસીજી હોસ્‍પિટલના ઓર્થોપેડીક અને સ્‍પાઈન સર્જન ડો.હર્ષ કોટેચા સાથે વિકાસ પબ્‍લીસીટીના શ્રેયાંસ મહેતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ,તા.૦૩: રાજકોટના યવા અને પ્રતિભાશાળી ઓર્થોપેડિક સર્જન ડો. હર્ષ કોટેચા દેશભરના સ્‍પાઇન તથા ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રે પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. વિશિષ્ટ શૈક્ષણિક પાયાથી શરૂ કરેલી યાત્રા આજે તેમને ભારતના એક આગવા યુવા સર્જન તરીકે સ્‍થાન અપાવે છે. ડો.હર્ષ કોટેચાની હવે રાજકોટની HCG હોસ્‍પીટલમાં ફુલ ટાઈમ સેવા ઉપલબ્‍ધ બની છે.

ડો. કોટેચાએ રામૈયા મેડિકલ કોલેજ, બેંગલોરમાંથી એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યું હતું અને ત્‍યારબાદ એમ.જી.એમ. મેડિકલ કોલેજ, નવી મુંબઈમાંથી ઓર્થોપેડિક્‍સમાં એમ.એસ. કર્યા હતા. તેઓએ એમ.જી.એમ. હોસ્‍પિટલમાં સીનિયર રેસિડન્‍ટ તરીકે સેવા આપી છે દેશના જાણીતા સ્‍પાઇન સર્જનો ડો. ગૌતમ ઝવેરી (જસલોક હોસ્‍પિટલ and HN reliance), ડો.અશોક રાઠોડ અને ડો. અમિત ઝાલા (એમ.આઈ.એસ. ફેલોશિપ) જેવી દિગ્‍ગજ હસ્‍તીઓના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ ફેલોશિપ્‍સ પૂર્ણ કરી છે.

તેઓના નામે આંતરરાષ્ટ્રીય સ્‍તરના જર્નલ્‍સમાં પ્રકાશિત થયેલા ૧૩થી વધુ સંશોધન લેખો છે. તેમના વિષયો સ્‍પાઇનલ ફયુઝન ટેકનિક્‍સ અને મિનિમલી ઇન્‍વેસિવ સર્જરી જેવી વિસ્‍તૃત વિશેષતાઓને આવરે છે. ડો.કોટેચાએ SMISS(south east asia), BSSCON, WIROC, ASSICON અને IOACON જેવી રાષ્ટ્રીય કોન્‍ફરન્‍સમાં પોતાના સંશોધનો રજૂ કર્યા છે અને WIROC 2024ના “Rising Star Contest”માં વિશેષ માન્‍યતા મેળવી છે. તેઓએ દેશના વિવિધ શહેરોમાં આવેલા કેટલાય cadaveric કોર્સમાં ભાગ લઈને પોતાના શષક્રિયા કૌશલ્‍યને વધુ પ્રબળ બનાવ્‍યું છે.

તેમના ખાસ રસના ક્ષેત્રો રિવિઝન સ્‍પાઇન સર્જરી, મિનિમલી ઇન્‍વેસિવ સર્જરી (MISS), સ્‍પાઇનલ ડિફોર્મિટીઝ, એન્‍ડોસ્‍કોપિક ટેકનિક્‍સ અને કોમ્‍પ્‍લેક્‍સ સી.વી. જંકશન સર્જરી છે.

ડો.હર્ષ કોટેચા સતત પ્રગતિશીલ અભિગમ, સંશોધનપ્રેરિત સેવા અને નિષ્‍ણાત માર્ગદર્શન સાથે ઓર્થોપેડિક અને સ્‍પાઇન સર્જરીના ક્ષેત્રમાં નવી દિશા આપી રહ્યા છે. તેમનો હેતુ ભારત તથા વૈશ્વિક સ્‍તરે દર્દીઓને આધુનિક અને અસરકારક સારવાર પહોંચાડવાનો છે.

(2:30 PM IST)