News of Tuesday, 2nd September 2025
બંગાળની ખાડીમાં નવી લો પ્રેસર સીસ્ટમ : સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. પ થી ૮ સુધીમાં ૧ થી ૪ ઇંચ તો સિમિત વિસ્તારમાં પ થી ૮ ઇંચ ખાબકશે
વેધર એનાલીસ્ટ ગૌરવ રાણીંગાની આગાહી : વધુ પ્રભાવ ઉત્તર-મધ્ય સૌરાષ્ટ્ર-કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં જોવા મળશે

રાજકોટ, તા., રઃ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને નજીકના મ્યાનમાર લાગુ વિસ્તારો ઉપર રહેલા અપર એર સાયક્લોનિક સકર્યુલેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ, આજે ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ આ વિસ્તારમાં નવું લો પ્રેશર રચાયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન તે પヘમિ - ઉત્તર પヘમિ દિશા તરફ ઓરિસ્સાના કાંઠા તરફ આગળ વધશે. ત્યારબાદના ૨૪ કલાક દરમિયાન તે વધુ પヘમિ - ઉત્તર પヘમિ તરફ આગળ વધી ઓરિસ્સા લાગુ છત્તીસગઢના વિસ્તારો સુધી પહોંચશે.
સરેરાશ દરિયાઈ સપાટી પર ચોમાસાની ધરી હવે બિકાનેર, ચુરુ, ગુના, જબલપુર, પેન્દ્રા રોડ-કિયોંઝરગઢ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કેન્દ્રમાંથી પસાર થાય છે.
બંગાળની ખાડીમાં રહેલી લોપ્રેશર સિસ્ટમ આગામી ૨-૩ દિવસમાં મધ્ય ભારત સુધી પહોંચશે જેની અસરથી ૪ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. શરૂઆતમાં ગુજરાત રીજીયનના વિસ્તારો જેમાં પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તેમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે. ૪-૫-૬-૭ સપ્ટેમ્બર દરમ્યાન આ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવો મધ્યમ( એક થી અઢી ઇંચ) અને કેટલાક સ્થળે ભારે (ત્રણ થી પાંચ ઇંચ) અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે (સાડા પાંચ થી આઠ ઇંચ) જેટલો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ ના વિસ્તારોમાં ૫ સપ્ટેમ્બરથી વરસાદમાં વધારો થઈ શકે. હાલ સિસ્ટમના ટ્રેક મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ૫ થી ૮ સપ્ટેમ્બર દરમ્યાન કેટલાક વિસ્તારોમાં મધ્યમ થી ભારે (એક થી ચાર ઇંચ) વરસાદ અને ખૂબ સીમિત વિસ્તારોમાં ભારે થી અતિભારે ( પાંચ થી આઠ ઇંચ) વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સિસ્ટમનો વધુ પ્રભાવ ઉતર-મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છમાં જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં સિસ્ટમના ટ્રેક આધારિત વરસાદના વિસ્તારો અને વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે જેની વધુ અપડેટ આગળ આપવામાં આવશે.
નોંધઃ તમામ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવી. - વેધર બાય ગૌરવ રાણિંગા
(4:03 PM IST)










