News of Tuesday, 2nd September 2025
આનંદનગરના રંજનબેન જોષીનું દિકરી-જમાઇના ઘરે હૃદય બેસી જવાથી મૃત્યુ
જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૨: શહેરના કોઠારીયા રોડ આનંદનગર કોલોનીમાં રહેતાં રંજનબેન રાજેશભાઇ જોષી (ઉ.વ.૫૯) જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં પોતાના જમાઇ હિરેનભાઇના ઘરે હતાં ત્યારે રાતે સુતા બાદ આજે સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રંજનબેનના પતિ હયાત નથી. સંૅતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે બિમાર હોઇ દિકરી-જમાઇના ઘરે આટો દેવા ગયા, આરામ કરવા ગયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યુ઼ હતું.
(3:55 PM IST)










