તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Tuesday, 2nd September 2025
રાજકોટ યાર્ડમાં નવા કપાસ-મગફળીની આવકો શરૂ
કપાસ એક મણના ૧૬૧૧ રૂા અને મગફળીના પપ૦ થી ૧૦પ૧ ના ભાવે સોદા પડયા

રાજકોટ, તા., ૨ : સૌરાષ્ટ્રના અગ્રિમ હરોળના રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવા કપાસ અને નવી મગફળીની આવકો શરૂ થઇ હતી.
રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવા કપાસની આવક થઇ હતી. ખોડુ ગામના ખેડુત મહાદેવભાઇના નવા કપાસની ૮ ગાસડી આવી હતી અને મુહુર્તમાં ૧ મણના ૧૬૧૧ રૂા.ના ભાવે સોદા પડયા હતા. આ કપાસની ખરીદી મહેશ ટ્રેડીંગ દ્વારા કરાઇ હતી. તેમજ હળવદ પંથકમાંથી નવી મગફળીની ૩૦૦ ગુણીની આવકો થઇ હતી. મુહુર્તમાં મગફળી એક મણના ભાવ પપ૦ થી ૧૦પ૧ રૂા.ના ભાવે સોદા પડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી મુખ્ય પાક ગણાય છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું જંગી વાવેતર થયું છે. મગફળીની સામે કપાસનું વાવેતર ઓછું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. નોરતા પહેલા જ નવા કપાસ અને નવી મગફળીની આવકો શરૂ થઇ ગઇ છે. કપાસ અને મગફળી આગોતરા વાવેતરની હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
(3:52 PM IST)










