તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
રાધા અષ્ટમી નિમિતે પ્રદિપભાઇ મહેતાના હસ્તે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

રાજકોટઃ રાધાઅષ્ટમી- રાધાજીના જન્મદિન નિમિતે રાધાજી ઉપરનું પુસ્તક ‘‘બરસાના'' ના લેખક એપેક્ષ ફાર્મા એજન્સીવાળા પ્રદિપભાઇ મહેતાના હસ્તે રાધામંદિર પાસે રાધા-ક્રિષ્નાનું પ્રિય વૃક્ષ ‘કદમ' ના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રદિપભાઇ મહેતાએ અન્ય એક પુસ્તક ‘છલાંગ' કાયમᅠચૂર્ણના સંશોધક એવા સ્વ. વૈદ્ય રસિકલાલ શેઠની સંઘર્ષગાથા વર્ણવતું પણ લખ્યું છે. ગ્રીનસીટી હિન્દુ ધર્મના દરેક તહેવારોમાં વૃક્ષારોપણ કરી સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે. આ વૃક્ષારોપણ ગ્રીનસીટીના અચ્યુતભાઇ મહેતાના સોજન્યથી કરવામાં આવ્યું હતું પ્રદિપભાઇ મહેતા ઉપરાંત કૌશીકાબેન મહેતા, મલ્લીકાબેન શેઠ, કમલેશભાઇ શેઠ સહિત ગ્રીનસીટીના સભ્યો હાજર રહ્યા હતા.
(3:47 PM IST)










