<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સર્વેશ્‍વર ચોક કા રાજાઃ આજે વૃધ્‍ધાશ્રમના વડીલો દ્વારા શેષનાગ પર બિરાજતા દુંદાળા દેવની મહાઆરતી

રાજકોટઃ સર્વેશ્‍વર ચોકમાં સર્વેશ્‍વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત ગણેશોત્‍સવમાં આ વર્ષે અયોધ્‍યાના રામમંદિર પર આધારીત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. સાથે જ બાર જ્‍યોતિલિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. અહીં દરરોજ સવારે ૮:૩૦ કલાકે મંગળા આરતી, સાંજે ૭:૪૫ કલાકે મહાઆરતી અને રાત્રે ૧૨ કલાકે શયન આરતીનો કાર્યક્રમ યોજાય છે. આજે સંધયા આરતીમાં વૃધ્‍ધાશ્રમના વડીલો શેષનાગ પર બિરાજતા દુંદાળાદેવની મહાઆરતી કરશે તેમજ ત્‍યારબાદ પ્રસાદ લેશે. ગજાનન મહોત્‍સવના છઠ્ઠા દિવસે રાજકોટના જાણીતા બિલ્‍ડર જે.એમ.જે. ગ્રુપના ઓનર અને સૌરાષ્‍ટ્ર હેડલાઈન ગ્રુપના એમ.ડી. મયુરધ્‍વજસિંહ જાડેજા તેમજ પાર્થરાજસિંહ રાણા (હરીઘ્‍વાર ગ્રુપ), કોંગ્રેસી અગ્રણી મહેશભાઈ રાજપુત સહપરિવાર, પ્રદીપભાઈ ત્રિવેદી, જીતુભાઈ ભટ્ટ, અશોકસિંહ રાજપુત, ઘનશ્‍યામસિંહ જાડેજા, ગોવિંદભાઈ સભાયા, ભાર્ગવભાઈ પઢીયાર, ભાવેશભાઈ ખારીયા, રાજેશભાઈ આમરણીયા, જીગ્નેશભાઈ ડોડીયા, પ્રતિકભાઈ રાઠોડ, હિમલતભાઈ રાજપુત તથા પરેશભાઈ તન્‍ના તેમજ કુમાર પ્રિન્‍ટના માલિક અજીતસિંહ ચૌહાણ તથા કુમારભાઈ ચૌહાણ સહ પરિવાર તેમજ કિરણ ઈલેકટ્રોનિક્‍સ રાજુભાઈ પટેલ સહપરિવાર અને મનિષભાઈ રાડીયા સહપરિવાર ઉપસ્‍થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.(૪૦.૨૮)

(3:22 PM IST)