તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
તેલંગણાના ધારાસભ્ય ઠાકુર રાજાસિંહજીની ૧૨મીએ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મસભા

રાજકોટઃ હિન્દૂ હૃદય સમ્રાટ અને તેલંગાણા (હૈદરાબાદ)ના લોકપ્રિય ધારાસભ્ય ‘‘ઠાકુર રાજા સિંહજી'' જે ‘‘ટાઈગર રાજા'' નામથી પ્રચલિત છે, તેમની તા.૧૨ના રોજ ગુજરાતના આણંદમાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા વિરાટ હિન્દૂ ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં લાંભવેલ રોડ, આણંદ ખાતે તા.૧૨ના સાંજે ૪ વાગ્યે આયોજીત આ સભામાં સ્ટુડિયો શિવ વાળા ભાવિનભાઈ ખખર, ગૌ સેવક વિજય બાપુ, રાજુભાઈ પ્રજાપતિ તથા ગાયક કૌશિકભાઈ મહેતા (ભૂ-દેવ)ની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે (મો.૯૯૦૪૪ ૬૩૫૯૯) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:56 PM IST)










