<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

મોરબી રોડ પર ઓવર બ્રીજ નીચે ટ્રેનની ઠોકરે અજાણ્‍યા યુવાનનું મોત

વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: મોરબી રોડ ફાયર બ્રીગેડ નજીક ઓવરબ્રીજની નીચે ટ્રેનની ઠોકરે અજાણ્‍યો યુવાન આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. જાણવા મળ્‍યા મુજબ રાત્રીના સમયે અજાણ્‍યો આશરે ૨૫ થી ૩૦ વર્ષનો યુવાન ટ્રેનની ઠોકરે આવી જતાં મોત થયું હતું. ૧૦૮ના તબિબે ઘટનાની જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. નરેશભાઇ અને અજયભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્‍વીરમાં દેખાતા યુવાનના કોઇ સગા સંબંધી હોય તો બી-ડિવીઝન પોલીસનો ૬૩૫૯૬ ૨૯૮૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:28 PM IST)