<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જન્‍મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વળક્ષો વાવી પર્યાવરણનું જતન કરીએ નયનાબેન પેઢડીયા

મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્‍સવની સરકારી પોલીટેકનિક ખાતે ઉજવણી ભૌતિક સંપત્તિ જેમ વળક્ષો વાવી વળક્ષ સંપત્તિનું ગૌરવ લઈએઃ દર્શિતાબેન શાહ

રાજકોટ, તા.૧: મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્‍સવની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

 વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ' અભિયાનને રાજકોટ શહેર અને જિલ્લામાં વ્‍યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.

રાજ્‍યભરમાં ૭૬મા વન મહોત્‍સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વળક્ષો વાવી રહ્યાં છે. ત્‍યારે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં  ‘એક પેડ મા કે નામ ૨.૦' અંતર્ગત વન મહોત્‍સવની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને વળક્ષ વાવી શહેરને ગ્રીન રાજકોટ, ક્‍લિન રાજકોટ બનાવવા અપીલ કરી હતી. ૭૬ વર્ષથી આપણે વન મહોત્‍સવનો વારસો જાળવી વળક્ષો વાવી રહ્યાં છે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતુ. વન મહોત્‍સવ એ ફક્‍ત કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે. દરેક નાગરિકે પોતાના જન્‍મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વળક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, તેમ મેયરશ્રીએ  અપીલ કરતાં  ઉમેર્યું હતું.

આ તકે ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહએ રાજકોટ શહેર અને જિલ્લામાં વળક્ષારોપણ બાબતે નાગરિકોમાં વધતી જાગળતિને બિરદાવી હતી.

વળક્ષ આપણું જીવન અને પ્રાણવાયુ છે. વળક્ષોના અઢળક ફાયદા છે. જેમ આપણે મકાન, સોનું, ગાડી, બંગલો વગેરે સંપત્તિનું ગૌરવ લઈએ છીએ, તેમ મારી પાસે પોતાનાં રોપેલા આટલા વળક્ષોની સંપત્તિ છે તે બદલ વળક્ષ સંપત્તિનું ગૌરવ લેવા નાગરિકોને અપીલ કરી હતી.આ તકે મહાનુભાવઓએ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પર્યાવરણનું મહત્‍વ સમજાવતા સ્‍ટાફને વળક્ષનાં રોપાથી સન્‍માનિત કર્યા હતા.

કાર્યક્રમનાં અંતે મહાનુભાવઓએ વળક્ષારોપણ કરી વળક્ષ વાનને લીલી ઝંડી બતાવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ફાર્મસી કોલેજનાં ડૉ.અશ્વિનકુમાર દુધરેજિયા સહિત મહાનુભાવઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

આ તકે કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્‍વાગત ગીત રજૂ કર્યું હતુ. સરકારી પોલીટેકનિકના આચાર્ય એ. એસ. પંડ્‍યાએ સ્‍વાગત પ્રવચન તેમજ એસીએફ ગઢવીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. (રર.૨૪)

(2:14 PM IST)