<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ભગવતીપરામાં ઘર પાસે રિક્ષા રાખવાના ડખ્‍ખામાં ભાવેશ અને નાના ભાઇ નરેશ પર છરીથી હુમલો

તરણેતરના મેળામાંથી આવી ભાવેશ સુઇ ગયો'તો ત્‍યાં પત્‍નિ હેતલે જગાડીને કહ્યું-બહાર નરેશ સાથે માથાકુટ છે તમે જાવઃ બહાર જતાં જ કાળુ અને તેના દિકરા દેવગણે હુમલો કર્યો

રાજકોટ તા. ૩૦: ભગવતીપરામાં રહેતાં અને જ્‍યુબીલી શાક માર્કેટમાં ફ્રુટનો ધંધો કરી ગુજરાન ચલાવતાં યુવાન પર તેના જ પડોશમાં રહેતાં કુટુંબ સગા એવા  પિતા-પુત્રએ છરીના ઘા ઝીંકી દેતાં અને તેનો ભાઇ વચ્‍ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ઘર પાસે રિક્ષા પાર્ક કરવા મામલે આ માથાકુટ થઇ હતી.

ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાસે શેરી નં. ૧માં રહેતાં ભાવેશ સુરેશભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૩) અને તેના ભાઇ નરેશ સુરેશભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧) ઉપર રાતે તેના પડોશમાં જ રહેતાં કુટુંબી સગા કાળુભાઇ ઉધરેજીયા અને તેના દિકરા દેવગણ ઉધરેજીયાએ છરીથી હુમલો કરતાં બંનેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટમલાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ડી. બી. ગાધેએ હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

આ અંગે ભાવેશ ઉધરેજીયાની ફરિયાદ પરથી કાળુ અને તેના દિકરા દેવગણ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો. ભાવેશે જણાવ્‍યું હતું કે હું અને મારો ભાઇ નરેશ ફ્રુટનો વેપાર કરીએ છીએ. મારી પત્‍નિનું નામ હેતલ છે, મારે સંતાનમાં બે દિકરીઓ છે. શુક્રવારે રાતે  અગીયારેક વાગ્‍યે હું તરણેતરના મેળામાંથી આવીને ઘરે સુઇ ગયો હતો. આ દરમિયાન પત્‍નિ હેતલે મને જગાડીને કહ્યું હતું કે બહાર નાના ભાઇ નરેશ સાથે રિક્ષા રાખવા બાબતે કાળુભાઇ અને તેનો દિકરો દેવગણ ઝઘડો કરે છે, તમે જલ્‍દી બહાર જાવ. આથી હું જાગીને બહાર જતાં મારા ભાઇ સાથે માથાકુટ થઇ રહી હતી તેને કાળુભાઇ અને દેવગણ ગાળો દઇ રહ્યા હતાં. આથી હું ઝઘડો શાંત પાડવા વચ્‍ચે પડતાં કાળુએ મને પકડી લીધો હતો અને દેવગણે તેના નેફામાંથી છરી કાઢી મને પીઠના ભાગે ઘા મારી દેતાં હું નીચે પડી ગયો હતો. આ પછી પણ મને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. બાદમાં મારાો ભાઇ નરેશને પણ આ લોકોએ મુંઢ માર માર્યો હતો. દકોરો થતાં મારા પિત્રાઇ ભાઇઓ સાગર, આશીક આવી જતાં કાળુભાઇ અને દેવગણ ભાગી ગયા હતાં. અમને બંને ભાઇને હોસ્‍પિટલમાં રિક્ષા મારફત ખસેડયા હતાં. મારો ભાઇ નરેશ ઘર પાસે રિક્ષા પાર્ક કરતો હોઇ તેને કાળુભાઇ અને દેવગણે રિક્ષા રાખવાની ના પાડી ગાળો ભાંડતાં હું વચ્‍ચે પડતાં આ હુમલો થયોહ તો. તેમ વધુમાં ભાવેશે કહ્યું હતું.

(2:55 PM IST)