<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

રીબડા પેટ્રોલ પંપ ફાયરીંગ પ્રકરણમાં રાજકોટના પરીક્ષીત ગઢવી અને ઇમરાન કુરેશીની ધરપકડ

પકડાયેલ ઇમરાન કુરેશીએ ભાડુતીમારાઓને હથીયાર આપ્‍યું'તું

રાજકોટ, તા., ૨૯ : ગોંડલના રીબડામાં અનિરૂધ્‍ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના ગુન્‍હામાં હથીયાર સાચવવાની મદદગારીમાં રાજકોટના વધુ બે શખ્‍સોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

ગોંડલ તાલુકા પોલીસે હથીયાર સાચવવાની મદદગારી કરનાર રાજકોટના  પરીક્ષીત ગઢવી અને ઇમરાન કુરેશીને ઝડપી લઇ ધરપકડ કરી હતી. ફાયરીંગ પ્રકરણના મુખ્‍ય સુત્રધાર હાર્દિકસિંહ જાડેજાએ હથીયાર પરીક્ષીત ગઢવીને સાચવવા આપ્‍યું હતું. ત્‍યાર બાદ ફાયરીંગ કરવા આવેલ ભાડુતીમારાઓને હથીયાર આપવા માટે પરીક્ષીત ગઢવીએ તેની પાસે રહેલ હથીયાર ઇમરાન કુરેશીને આપ્‍યું હતું અને ઇમરાન કુરેશીએ આ હથીયાર ભાડુતીમારાઓને આપ્‍યું હતું.

રીબડા ફાયરીંગ પ્રકરણમાં અત્‍યાર સુધીમાં ૯ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

(4:10 PM IST)