<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

મનપાનું દે ધનાધનઃ મિલ્‍કત સીલ- નળ કપાત શરૂ

વેરા બાકીદારોને ડીમાન્‍ડ નોટીસ આપવાની સાથે કાર્યવાહી સપ્‍તાહમાં ૩ દિવસ બીલની બજવણી- ૩ દિવસ વસુલાતની કામગીરી કરવા મ્‍યુ.કમિશનરની વેરા વિભાગને સૂચનાઃ તંત્રને ૨૭૧.૫૪ કરોડની આવકઃ ૩.૬૩ લાખ લોકો વેરો ભરી દીધો

રાજકોટ તા.૨૯:  મનપાની તિજોરી ભરી દેતા મુખ્‍ય આવકના સ્‍ત્રોત સમાન મિલકત વેરાની આવકમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળતા મ્‍યુ.કમિશનર તુષાર સુમેરાએ બાકીદારો વિરૂધ્‍ધ સિલીંગ અને નળ કપાત સહિતની રિકવરી ઝુંબેશ શરૂ કરવાના આદેશ આપી સપ્તાહમાં ત્રણ દિવસ બિલની બજવણી અને ત્રણ દિવસ વસુલાત શરૂ કરવાની સૂચના આપતા વેરા વિભાગે આજથી ત્રણેય ઝોનમાં રીકવરી ઝુંબેશ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે.

અત્‍યાર સુધીમાં શહેરના કુલ મિલ્‍કત ધારકોમાંથી ૩.૬૩ લાખ લોકોએ વેરો ભરી દીધો છે. જેનાથી મનપાને રૂા.૨૭૧.૫૪ કરોડની આવક થવા પામી છે.

મહાનગરપાલિકાના વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ વેરાવિભાગની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી રહેલા ૨ લાખથી વધુ મિલકત ધારોકને હાલ ડીમાન્‍ડ નોટિસ આપવામાં આવી રહી છે. છતાં આવકમાં ગાબડુ જોવાતા હવે ફરી વખત રીકવરી ઝુંબેશ શરૂ કરવાનો આદેશ થયા છે.

શહેરના ૨.૬૦લાખથી વધુ મિલકત ધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાથી મ્‍યુ.કમિશનરે વેરા વિભાગ સાથે મીટિંગ યોજી અગાઉ નકકી કરેલ કાયમી રીકવરી ઝુંબેશ શરૂ કરવાના આદેશ કરવામાં આવ્‍યા છે. ત્રણેય ઝોનના બાકીદારોનું લિસ્‍ટ તૈયાર હોવાથી આજથી ઝોન વાઇઝ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે અનેક મિલકતો સિલ કરવામાં આવેલ તેમજ રહેઠાણની મીલકતોના નળ જોડાણો કાપવામાં આવ્‍યા હોવાનુ જાણવા મળેલ છે. આ ઝુંબેશ એપ્રિલ માસ સુધી ચાલુ રાખવામાં આવશે. તેવા સંકેત પ્રાપ્ત થયા છે. હાલ સિલ થયેલ અને જપ્તીમાં લીધે મીલકતોની ટૂંક સમયમાં જાહેર હરરાજી કરવામા આવશે.

મનપા દ્વારા સામાન્‍ય રીતે મિલ્‍કત સીલ કરવાની અને નવી જોડાણ કપાત કરવાની કામગીરી સપ્‍ટેમ્‍બરમાં શરૂ થતી હોય છે. પણ આ વખતે આવક જોઇ તેટલી ન નોંધાતા તંત્ર દ્વારા આજથી જ આ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

(4:06 PM IST)