તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
રેલનગર પુર્વ વિસ્તારના મામલતદારનું ઓપરેશન : ર૪ કરોડની ૪૦ હજાર ચો.મી. જમીન ખુલ્લી : ગુલાબનું ખેતર સાફ
મામલતદાર જોષી-સર્કલ સત્યમ શેરસીયા દ્વારા કાર્યવાહી : ત્રણ ઓરડી તોડી પડાઇ

રાજકોટ, તા., ૨૯ : રાજકોટ કલેકટરની સુચના બાદ પુર્વ વિસ્તારના મામલતદાર તથા સ્ટાફે બુલડોઝર ફેરવી દઇ રેલનગર વિસ્તારમાં ૪૦૦૦૦-૦૦ મીટર જમીન ઉપર આશરે ૨૪ કરોડની કિમતી સરકારી જમીન પર ખડકાયેલ ખેતી વિષયક દબાણ દુર શહેર પૂર્વના વિસ્તારમાં રે.સ.નં. ૬૨૫ પૈકી રેલનગર વિસ્તાર ટી.પી.૧૯ ના એફ.પી. ૨૯/૬ સરકારી ખરાબની જમીન ચો.મી.૪૦૦૦૦ આશરે છેલ્લા કેટલા સમયથી ખેતી વિષયક ગેરકાયદેસર દબાણો થઇ ગયા હતા.
જીલ્લા કલેકટર ઓમ પ્રકાશની દબાણ હટાવ ઝુંબેશના ભાગ રૂપે પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એ.એમ.જોષી તથા તેમની ટીમ દ્રારા આજરોજ સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા જેમા ગુલાબના વાવેતર, એક મોટી ઓરડી તથા બે નાની ઓરડીનું બાંધકામ દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ દબાણ દૂર કરવા માટે સર્કલ ઓફીસરશ્રી સત્યમ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, દબાણદાર દ્વારા દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ દબાણ આર.એમ.સી.ના જેસીબી તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
(4:05 PM IST)










