તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
એસ.પી. ટ્રસ્ટની આગેવાનીમાં ટ્રસ્ટીઓએ મથુરા જન્મભૂમિ, નંદગામ, બરસાણા, જતીપુરા, ગીરીરાજજી, શ્રી વૃંદાવન નિધિવનનો પાવન પ્રવાસ કર્યો : મહેશ પ્રજાપતિ
૧૫ ઓગષ્ટે જતીપુરા ખાતે ગીરીરાજજીના મુખારવિંદ સન્મુખ ૧૦૮ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યા

રાજકોટ : શ્રી એસ.પી. ટ્રસ્ટના શ્રી મહેશ પ્રજાપતિ તથા સર્વે ટ્રસ્ટીઓએ આ શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી મહોત્સવ તથા ૧૫મી ઓગષ્ટના પાવન અવસર પર મથુરાની પાવન ધાર્મિક યાત્રા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે સંકળાયેલા ગોકુળના નંદરાય મહેલ, જે હાલમાં ચોરાશી ખંભા તરીકે ઓળખાય છે. ત્યાં રમણ રેતી પ્રસાદી રૂપે ‘મઠીયા મનોરથ' તમામ યાત્રીઓને અપાયો હોવાનું પણ જણાવ્યુ છે.
૧૫મી ઓગષ્ટના દિવસે જતીપુરા શ્રી ગીરીરાજજી મુખારવિંદ ખાતે ૧૦૮ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. એ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત એક આંગળીએ ઉપાડયો હતો તે પાવન ગીરીરાજ મુખારવિંદ ખાતે ૧૦૮ રાષ્ટ્રધ્વજ ફરકાવાયા. પ્રસાદી રૂપે મઠીયા મનોરથ આપવામાં આવ્યા. સાથે સાથે ગીરીરાજજીની ૩૫ કિલોમીટરની પરિક્રમા દરમિયાન પક્ષીઓ માટે ચણની પ્રસાદી વ્યવસ્થા તથા વાંદરાઓ માટે ૧૧૦ કિલો કેળાનું વિતરણ કરવામાં આવ્યુ.
શ્રી વિશ્રામઘાટ ખાતે, જ્યાં ભગવાન કૃષ્ણએ મામા કંસનો વધ કર્યા પછી વિશ્રામ લીધો હતો તથા શ્રી યમુના મહારાણીનું મુખ્ય મંદિર આવેલું છે, ત્યાં પણ સાંજે ૭ વાગ્યાની સંધ્યા આરતી બાદ પ્રસાદી રૂપે મઠીયા મનોરથ વિતરણ કરવામાં આવ્યું. મધ્યરાત્રિના પવિત્ર ક્ષણે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ કંસની કોઠારી, જે આજે જન્મભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં નંદોત્સવ દરમ્યાન મઠીયા મનોરથ તથા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા. તે ઉપરાંત નિધિવન ખાતે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસોત્સવ કર્યો હતો અને આજેય મધ્યરાત્રિએ કોઈ પ્રવેશ ન કરી શકે તેવી પવિત્ર પરંપરા છે, ત્યાં સવારે ભગવાનનો શૃંગાર બીખરાયેલો જોવા મળતો હોય છે. આ પવિત્ર સ્થાને પણ તમામ યાત્રાળુઓને પ્રસાદી રૂપે મઠીયા મનોરથ અપાયો.
આ સમગ્ર યાત્રા દરમ્યાન અસંખ્ય ભક્તજનોને શ્રીકૃષ્ણ કૃપાનો અનુભવ થયો તથા સર્વેના મનોરથ પૂર્ણ થયાનું સૌએ અનુભવ કર્યાનું મહેશ પ્રજાપતિ (મો.૮૮૬૬૭ ૦૦૨૦૪)એ જણાવ્યુ છે.(૩૭.૮)
(4:01 PM IST)










