<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પીડીએમ પાસેની દક્ષિણ મામલતદાર કચેરીએ આંગણવાડી ભરતીના દાખલા માટે લાંબી લાઇનો

વધારાની બારી ખોલોઃ સ્‍ટાફ મુકોઃ અરજદારો હેરાન-પરેશાન : ભારે દેકારો

રાજકોટ : સરકારે આંગણવાડીમાં ભરતીની જાહેરાત કરી છે. પરીણામે રાજકોટની તમામ મામલતદાર કચેરીમાં ભરતી માટે રહેઠાણના અને આવકના દાખલા માટે અરજદારોની લાંબી લાઇનો લાગી રહી છે. સેંકડો લોકો સવારથી મામલતદારના દાખલા માટે ફોર્મ ભરવા માટે ઉમટી પડે છે. ઉપરોકત તસ્‍વીર પીડીએમ પાસેની દક્ષિણ મામલતદાર કચેરીની છે. આજ સવારથી ૩૦૦ થી ૪૦૦ અરજદારો-મહિલાઓ ઉમટી પડી હતી. અરજદારોનો ર થી ૩ કલાકે વારો આવે તેવી સ્‍થિતિ હતી. દરરોજ આજ સ્‍થિતિ પુર્વ અને પヘમિ વિભાગની મામલતદાર કચેરીએ જોવા મળી રહી છે. મામલતદાર કચેરીઓ ઉપર આ સ્‍થિતિ હોવા છતા કલેકટર  કે એડી. કલેકટર દ્વારા કોઇ નક્કર પગલા લેવાયા નથી. વધારાની બારી ખોલાઇ નથી. સ્‍ટાફ પણ મુકાયો નથી. એક જ કામ માટે અરજદારોને ભારે ધક્કા થઇ રહયા છે.  અનેક મહિલાઓ પોતાના નાના બાળકો સાથે જોવા મળી હતી. અરજદારો હેરાન પરેશાન છે. ભારે દેકારો છે પણ તંત્રને કાંઇ પડી નથી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 PM IST)