તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
રાજકોટમાં કાલથી બે દિવસ વિધ્ધકર્મ વિષે રાષ્ટ્રીય સ્તરનો વર્કશોપઃ સાથે નિઃશૂલ્ક આયુર્વેદીક કેમ્પ
હરિયાણાના પ્રો.ડો. શ્રીનિવાસ ગુજજરવારની ઉપસ્થિતિમાં દવા વગર વિધ્ધકર્મ અને વિધ્ધાગ્નિકર્મથી સારવાર અપાશેઃ કેમ્પ માટે નામ નોંધણી ચાલુ

રાજકોટ તા.૨૯: વિધ્કર્મ-વિધ્ધાગ્નિકર્મ વિષે સૌને માહિતગાર કરવા રાજકોટ વૈદ્યસભા અને અથર્વ ગ્લોબલ એકેડમી ઓફ આયુર્વેદ દ્વારા રાજકોટામાં કાલથી બે દિવસીય રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું આયોજન કરાયું છે.
રાજકોટ વૈદ્યસભા એ રાજકોટ ની એક માત્ર આયુર્વેદ સંસ્થા છે જે છેલ્લા ૬૫ વર્ષથી કાર્યરત છે તથા આયુર્વેદની વિવિધ પ્રવૃતિઓમાં કાર્યરત છે, આ સંસ્થા પાસે ૩૪ પ્રહલાદ પ્લોટ રાજકોટ ખાતે પોતાની બિલ્ડીંગ છે જેમાં ભગવાન ધન્વંતરિનું મંદિર આવેલું છે તથા આયુર્વેદ ક્લિનિક પણ કાર્યરત છે જેમાં આયુર્વેદિક ઔષધિ અને આયુર્વેદિક ચકિત્સા ખૂબ રાહત દરે આપવામાં આવે છે. આ સંસ્થા ના બિલ્ડીંગ નો તાજેતરમાં રેનોવેશન કરવામાં આવેલ છે તથા આ બિલ્ડીંગ માં આયુર્વેદ ની વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે જયાં આયુર્વેદ ના તબીબો તથા વિદ્યાર્થીઓ ને વવિધ પ્રકારની વિશિષ્ટ જ્ઞાન પ્રદાન કરતા સીએમઇ તથા વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે.
અથર્વ ગ્લોબલ એકેડમી ઓફ આયુર્વેદ એ આયુર્વેદ ની ઇન્ટરનેશનલ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે અને વિશ્વ ભરમાં આયુર્વેદ નું પ્રશિક્ષણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસને આપવામાં કાર્યરત છે.
આ બન્ંને સંસ્થા દ્વારા આગામી તા.૩૦,૩૧ ઓગસ્ટના રોજ આયુર્વેદની દવા વગર દુખાવો મટાડી શકે તેવી સારવાર વિધ્ધ કર્મ, વિધ્ધાગ્નિકર્મનો જ્ઞાન વર્ધક વર્કશોપ નું આયોજન કરેલ છે જેમાં આયુર્વેદ ક્ષેત્રના ઇન્ટરનેશનલ નિષ્ણાત અને હરિયાણાના નરનોલ ખાતે આવેલ સરકારી આયુર્વેદ મેડિકલ કોલેજ ના પ્રિન્સિપાલ પ્રોફેસર ડો. શ્રીનિવાસ ગુજજરવાર ગુજરાતભરમાં થી ૧૦૦ થી વધુ આયુર્વેદ તબીબો, વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો ને પ્રેકટિકલ ટ્રેનિંગ આપશે.
ઉપરાંત આ વર્કશોપ દરમિયાન આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત રાજકોટ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ- કરણપરાના સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે જેમાં વિવિધ પ્રકારના દુઃખાવાના દર્દીઓને આ વિધ્ધકર્મ તથા વિધ્ધાગ્નિકર્મ દ્વારા સારવાર કરવામાં આવશે. અને એક અઠવાડિયાની દવાઓ ફ્રીમાં આપવામાં આવશે આ સારવાર યજ્ઞ શ્રી રાજકોટ વૈદ્યસભા, ધન્વંતરી મંદિર, કેનાલ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.
કેમ્પમાં નામ નોંધાવવા ૯૪૨૮૭૮૮૫૨૭ ઉપર સંપર્ક કરવા જણાવે છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા રાજકોટના દર્દીઓને અપીલ કરવામાં આવી છે.
આ વર્કશોપને સફળ બનાવવા પ્રોજેક્ટ ડિરેક્ટર વૈદ્ય ગૌરાંગ જોષી, રાજકોટ વૈદ્યસભા ના પ્રમુખ વૈદ્ય હરનારાયણ મંડિર, ઉપપ્રમુખ ડો.યતિનભાઈ વૈદ્ય,સેક્રેટરી વૈદ્ય ભાનુભાઈ મેતા, કારોબારી સભ્યો વૈદ્ય કેતન ભીમાણી, વૈદ્ય કિર્તીભાઈ જોષી, વૈદ્ય સંજય જીવરાજાની( પ્રમુખ, ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડ),વૈદ્ય બિનાબેન મડિયા,વૈધ ભારતીબેન જાની, ડો. કાદરી, તથા તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા ડો. ગૌરાંગ જોષી, ડો. સંજય જીવરાજાની, ડો. યતિનભાઇ વૈદ્ય, ડો. મુસ્તાક કાદરી, ડો. કિર્તીભાઇ જોષી, ડો. રમેશ સાપરા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૨૫)
(3:01 PM IST)










