<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

કાલે શાપર અને પેડક રોડ ખાતે ગોપાલ ઈટાલિયાની જાહેર સભા

રવિવારે ખોડલધામ દર્શન કરશેઃ પાલિકા પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ વિતરણ પ્રારંભઃ કાર્યકરોમાં જારી ઉત્‍સાહ

રાજકોટ,તા.૨૯: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ગરમાવો લાવવા આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્‍ય કાલથી રાજકોટ સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.

‘અકિલા' ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતૂ કે ગોપાલભાઈ ઈટાલીયાની ઉપસ્‍થિતિમાં કાલે તા.૩૦ના શનિવારે સાંજે ૫ વાગ્‍યે શાપર (વેરાવળ) ખાતે અને બાદમાં રાત્રે ૮ વાગ્‍યે પેકડ રોડ, રાજકોટ ખાતે વિશાળ જાહેર સભાનું આયોજન કરાયું છે.

આ સભાઓ સંબોધ્‍યા બાદ તા.૩૧ના રવિવારે ગોપાલભાઈ ઈટાલીયા કાગવડ ખોડલધામ આતે દર્શનનો પણ લાભ લેશે.

ખાસ કરીને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને ધ્‍યાનમાં લઈને આ તૈયારીઓ શરૂ કરાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકારોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલીકાની આગામી ચૂંટણી માટે કાર્યકારો સાથે સમીક્ષા કરવા ગત ૧૬ ઓગષ્‍ટથી આમ આદમી પાટર્ફી દ્વારા પૂરા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલીકા અને મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્‍છૂક ભાઈ બહેનો માટે ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે. જે ડીઝીટલ અને ફીઝીકલ એમ બંને ફોર્મેટમાં ઉપલબ્‍ધ છે.

જેમાં રાજકોટ જિલ્લામાં આંકડો લખવો ઓરીજીનલ ફોર્મ તો ભરાઈને પણ આવી ગયા છે અને ૧૦૬ ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની ઉમેદવારી માટેના છે. ટૂંકમાં રાજનીતીમાં બદલાવ લાવવા જબ્‍બર ઉત્‍સાહ હોવાનું આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્‍યુ હતું.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, શહેર પ્રમુખ દીનેશ જોષી, ટ્રેડવીંગ પ્રમુખ, શીવલાલ બારસીયા પ્રદેશ મંત્રી ચેતન રામાણી, ૬૮ના પ્રભારી રાહુલ ભુવા, રાજકોટ જાહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી, કિસાન ટ્રેડ વીંગ જિલ્લા પ્રમુખ મનોજ  કરનેરીયા  નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:00 PM IST)