News of Friday, 29th August 2025
સરિતા વિહાર પાસે આદર્શ કો.ઓપ. સોસાયટીમાં મહિલાના ફલેટમાં દરોડોઃ તીનપતી રમતી મહિલાઓ સહિત સાત પકડાયા
યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ વિરદેવસિંહ જાડેજા અને કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાની બાતમીઃ રૂા. ૪૩ હજારની રોકડ સહિતની મતા કબ્જે

રાજકોટ, તા. ર૯: યુનિવર્સિટી રોડ પર સરીતા વિહારની પાછળ આવેલી આદર્શ કો ઓપરેટીવ સોસાયટીમાં એક ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતી મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ સરીતા વિહાર સોસાયટીની પાછળ આવેલી આદર્શ કો. ઓપરેટીવ સોસાયટીમાં એક ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ વિરદેવસિંહ જાડેજા તથા કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા પી.એસ.આઇ. એન. વી. ચાવડા તથા સ્ટાફે સાથે દરોડો પાડી આદર્શ કો. ઓપરેટીવ સોસાયટીમાં ફલેટમાં તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક રીટાબેન મહેન્દ્રભાઇ વાઘેલા, તથા લક્ષ્મીનગર શેરી નં. ૩/૬ના જયાબેન રાજેશભાઇ ઉગરેજીયા, અવધના ઢાળીયા પાસે રૂડા આવાસ યોજના કવાર્ટરના મુકેશ પંચાણભાઇ રાઠોડ, નાના મોૈવા રોડ દેવનગર શેરી નં. ૩ ના આદિત્ય અમરીશભાઇ પરમાર, મુકેશ દેવજીભાઇ ભોજાણી, કાલાવડના નાનીભલસાણા ગામના અમરદાસ ઉર્ફે મુનો શિવરામભાઇ પરમાર, અને નાનામવા રોડ મેઘમાયાનગર શેરી નં. ૧ના જયેશ સોમાભાઇ ગર (ચારણીયા) ને પકડી લઇ રૂા. ૪૩૯૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આકામગીરી પી. આઇ. એમ. એન. પટેલના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ.એન. વી. ચાવડા, એએસઆઇ. જગમલભાઇ ખટાણા, હેડ કોન્સ જે.આર. મારૂ, વિરદેવસિંહ જાડેજા, કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા, વીજુભા જાડેજા, પ્રતાપસિંહ મોયા અને મેસુરભાઇ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી.
(4:21 PM IST)










