તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભાડૂઆતને ઘર ખાલી કરવા કહેતાં જગમલને માથામાં છરી ઝીંકાઇ
ભાડુઆત રમેશે ખાલી'ય નથી કરવું ને ભાડુ પણ નથી દેવું કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૯: છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં અને બકાલાનો ધંધો કરી ગુજરાન ચલાવતાં જગમલભાઇ કાંતિભાઇ સમેચા (ઉ.વ.૪૦)ને સાંજે તેના ભાડુઆત રમેશ દેવીપૂજકે ઝઘડો કરી માથામાં છરી મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.
જગમલભાઇએ કહ્યું હતું કે મેં મારુ વધારાનું એક મકાન જે છોટુનગર ઝૂપડપટ્ટીમાં જ છે તે રમેશને બારેક મહિનાથી ભાડે આપ્યું છે. હવે મારે મકાનની જરૂર હોઇ જેથી તેને અગાઉ મકાન ખાલી કરવા કહ્યું હતું. તેણે પોતે ખાલી કરી દેશે તેમ કહેલુ પણ હજુ સુધી મકાન ખાલી ન કરતાં હું તેને ફરીથી કહેવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ હવે મકાન ખાલી પણ નથી કરવું અને ભાડુ પણ નથી દેવું તેમ કહી માથામાં છરી મારી દઇ ઢીકાપાટુ માર્યા હતાં. પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(2:56 PM IST)










