<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

રાજકોટ-જામનગર પાટે ઇકોના ફેરા મામલે અજયસિંહ ઝાલા પર હુમલો

આ પાટે જ ગાડી હંકારતા ગાંધીગ્રામના વિશાલ, ભુરાએ નાગેશ્વર પાસે ધોકાથી માર માર્યો

રાજકોટ તા. ૨૯: રાજકોટ-જામનગર પાટે ઇકો ગાડીના ચાલકો ફેરા કરતાં હોય છે. ધંધા ખારને કારણે ઘણીવાર આવી ગાડીના ચાલકો વચ્‍ચે માથાકુટ થતી હોય છે. દરમિયાન સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે રહેતાં એક ઇકો ચાલક પર જામનગર રોડ નાગેશ્વરના બસ સ્‍ટોપ પાસે ઇકોના અન્‍ય ચાલકોએ ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાછળ સિતાજી  ટાઉનશીપ પાસે પંડિત દિનદયાલ ટાઉનશીપમાં રહેતાં અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉ.વ.૪૦) સાંજે છએક વાગ્‍યે નાગેશ્વર બસ સ્‍ટેશન પાસે હતાં ત્‍યારે ધરમનગરના ઇકો ચાલક વિશાલ અને ગાંધીગ્રામના ભુરાએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પોલીસ સ્‍ટેશનને જાણ કરી હતી.

અજયસિંહે કહ્યું હતું કે હું અને સામેવાળા વિશાલ, ભુરો એમ બધા રાજકોટ-જામનગર પાટે ઇકો ગાડીના ફેરા કરીએ છીએ. ધંધા ખાર અને વારા બાબતે મનદુઃખ થતાં હુમલો કરવામાં આવ્‍યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(4:21 PM IST)