<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

રાજકોટ ડેરીનું વિક્રમી રૂા. ૧૧૪ર કરોડ ટર્નઓવરઃ ૬૦પ૯૦ પશુપાલકોના ખાતામાં ભાવ ફેરના નાણા જમા

ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા અકિલાની મુલાકાતે

રાજકોટ ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્‍કત માર્કેટીંગ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા તથા રાજકોટ ડેરીના મેનેજીંગ ડીરેકટર શ્રી જયપ્રકાશ ગાબરાએ અકિલાની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ. તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : અભિજિત બગથરીયા)

રાજકોટ તા. ર૯ :.. જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ (રાજકોટ ડેરી) એ વિતેલા નાણાકીય વર્ષમાં વિક્રમસર્જક રૂા. ૧૧૪ર કરોડનું ટર્ન ઓવર અને રૂા. ૮૦ કરોડનો કાચો નફો કરેલ છે. ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ અકિલાની શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે ડેરીની ગૌરવ ગાથા વણવી હતી.

ગોરધનભાઇએ જણાવેલ કે, પ વર્ષમાં કુલ પ૮ કર્મચારીઓ છૂટા થયેલ છે. છતા પણ એકપણ રોજમદાર, ફીકસ કે કાયમી કર્મચારીની ભરતી કરેલ નથી., માસીક રૂા. ૪૦ લાખ પગાર બીલમાં બચત થયેલ છે. દૂધ સંઘના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ ર૦ર૪-રપ માં ટર્નઓવર રૂા. ૧૧૪ર કરોડ, વર્ષ ર૦ર૪-રપ કાચો નફો રૂા. ૮૦ કરોઙ

પ વર્ષમાં નફાની ૭૦ ટકા રકમ પશુપાલકોને પરત ચૂકવવામાં આવેલ છે. ભેળસેલયુકત દૂધ સામે કડક કાર્યવાહી કરી છે. પ વર્ષમાં બાવન દૂધ મંડળીઓ બંધ કરેલ. ૩.૯૦ લાખ લી. ભેળસેળયુકત દૂધનો કલર નાખી નાશ કરેલ છે. રૂા. ૮ર.૮૧ લાખ પેનલ્‍ટીની વસુલાત કરેલ છે. ભેળસેળના કારણે ફેડરેશન મોકલેલ એક પણ ટેન્‍કર રીજેકટ થયેલ નથી. ચોરી સામે સખ્‍ત પગલા   ભર્યા છે.

ચેરમેન શ્રી ધામેલીયાએ જણાવેલ કે ભાવફેર ઓનલાઇન ટ્રાન્‍સફર કરેલ છે. ર૦ર૪-રપ નો ભાવફેર કુલ ૬૦પ૯૦ પશુપાલકોને ડી.બી.ટી.થી રૂા. ૬૦ કરોડ ભાવફેર ચુકવેલ. ર૦ર૩-ર૪ નો ભાવફેર કુલ ૧૮૦પ૪ પશુપાલકોને ડીબીટી થી રૂા. પ.પ૦ કરોડ ભાવફેર ચુકવેલ છે. સીધા પશુપાલન ખાતામાં નાણા જમા થાય છે. ૩૧-૩-ર૦ ના લોનની બાકી રૂા. રપ.૩૭ કરોડ હતા. પ વર્ષમાં કુલ રપ.૧૧ કરોડની લોન ભરપાઇ કરી છે. ૩૧-૩-રપના રોજ લોનની બાકી ફકત રૂા. ર૬ લાખ છે. ચેરમેન દ્વારા વપરાશમાં લેવામાં આવતી ઇનોવા મે-ર૦૧૮ ખરીદેલ હતી. ૭ વર્ષમાં કુલ ૩,૮૦,૦૦૦ કી.મી. વપરાશ કરેલ હોવા છતા પણ નવી ગાડીની ખરીદી કરેલ નથી. 

(2:30 PM IST)