<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

એન.ડી.પી.એસના ગુનામાં નાસતો ફરતો મીલન ડાભી પકડાયો

ડી.સી.પી. જોન - રના નાસ્‍તા ફરતા સ્‍કવોડના પી.એસ.આઈ.આર.એચ. ઝાલા સહિતે દબોચ્‍યોઃ મીલન અગાઉ હત્‍યા, મારામારી, એન, ડી.પી. એસ. તથા દારૂના ગુનામાં સામેલ

રાજકોટ, તા.૨૮: ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી. એસના ગુનામાં ફરાર શખ્‍સને ડી.સી.પી. ઝોન- ૨ના નાસતા ફરતા સ્‍કવોર્ડ પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી ડીસીપી ઝોન-૨ મહેન્‍દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા સ્‍કવોડના પી.એસ.આઈ. આર.એચ.ઝાલા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્‍યારે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલ એન.ડી.પી. એસ.ના ગુનામાં ફરાર આરોપી મીલન કીરીટભાઈ ડાભી (રહે.આનંદનગર બ્‍લોક નં.૯૮ તથા નાણાવટી ચોક આર.એમ.સી.ના કવાર્ટરમાં) ને પકડી લીધો હતો. મીલન અગાઉ હત્‍યા, મારામારી, એન.ડી.એસ. અને વીદેશી દારૂ સહિત ચાર ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.એસ.આઈ. આર.એચ. ઝાલા, હેઙ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકીતભાઈ નિમાવત, અનીલભાઈ જીલરીયા, કોન્‍સ. અમીનભાઈ ભલુર, પ્રશાંતભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી. (રર.૧૦)

(4:03 PM IST)